મોરબી : મોરબીમાં ત્રણેક વર્ષ પૂર્વે પત્નીના પ્રેમી અને પત્ની ઉપર ધારીયા વડે હુમલો કરનાર પતિને કોર્ટે કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે. મોરબી એ ડિવિઝન પોલીસ મથક ખાતે તા. ૦૪-૦૫-૨૦૨૧ ના રોજ આરોપી ઈકબાલભાઈ મહમદહુશેનભાઈ બ્લોચઉ.વ. ૩૮, રહે.કોઠારીયા સોલ્વન્ટ, કનૈયા ચોક, રાજકોટ વિરુદ્ધ ફરિયાદ નોંધાયેલ હતી. જેમાં ફરિયાદીને આરોપીના પત્ની નસીમબેન સાથે પ્રેમ સબંધ હોય અને આરોપીની પત્ની નસીમબેન અવાર નવાર ફરીયાદીના ઘરે આવતી હોય જે બાબતની આરોપીને જાણ થતાં આરોપીને સારુ નહી લાગતા તેનો ખાર રાખી આ કામના આરોપી લોખંડના ધારીયા સાથે ફરીયાદીના રહેણાંક મકાને આવી ફરીયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી પેટના ભાગે તથા આડેધડ ધારીયાના ઘા માર્યા હતા. તેમજ નસીમબેન વચ્ચે પડતા તેઓને પણ ધારીયાના ઘા માર્યા હતા. આ કેસ મોરબીના સેશન્સ જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા કોર્ટે તમામ પુરાવાઓને ધ્યાને રાખી આરોપી ઈકબાલભાઈ મહમદહુશેનભાઈ બ્લોચને કસૂરવાર ઠેરવી આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી પક્ષે સરકારી વકીલ વી.સી. જાની રોકાયેલ હતા.