મોરબીની પરિણીતાને પતિ સાસુના અનહદ ત્રાસ મામલે મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવીમોરબી : મોરબીમાં રોટરીનગર નજીક આવેલ લક્ષ્મીનગરમાં હાલમાં માવતરના ઘેર રહેતી અને માળીયા વનાળીયા સોસાયટીમાં સાસરું ધરાવતા પરિણીતાનો પતિ અન્ય સ્ત્રી સાથે ભાગી જતા પરિણીતાએ બે વર્ષની દીકરી સાથે મચ્છુ-2 ડેમમાં ઝંપલાવી આપઘાતની કોશિષ કરતા તેમાં બચી ગયા બાદ પણ સાસુ અને પતિ દ્વારા અનહદ ત્રાસ ગુજારવામાં આવતા આ મામલે મોરબી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.ઘરેલુ હિંસાના આ કેસ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રોટરીનગર નજીક આવેલ લક્ષ્મીનગરમાં હાલમાં માવતરના ઘેર રહેતા ચંપાબેન ઈશ્વરભાઈ અંબાલિયાના લગ્ન વર્ષ 2018માં માળીયા વનાળીયા સોસાયટીમાં રહેતા આરોપી ઈશ્વરભાઈ કેશુભાઈ અંબાલિયા સાથે થયા હતા અને શરૂઆતમાં લગ્ન જીવન બરાબર ચાલતું હતું બાદમાં સંયુક્ત પરિવારમાં રહેતા ચંપાબેને તેમના સાસુ વનીતાબેન કેશુભાઈ અંબાલિયાને અલગ રહેવા જવાનું કહેતા સાસુએ દિયર ભરતના લગ્ન બાદ અલગ રહેવા જણાવ્યું હતું અને વારંવાર શારીરિક માનસિક ત્રાસ આપતા હતા.દરમિયાન ઘરમાં પતિ અને સાસુના ત્રાસથી કંટાળી ચંપાબેન આઠ મહિના રિસામણે ચાલ્યા ગયા હતા અને સાસરિયા સાથે સમાધાન થતા ફરી સાસરિયે આવી ગયા હતા જેમાં ચંપાબેનના પતિ ત્રણ મહિના પૂર્વે અન્ય સ્ત્રી સાથે ભાગી જતા ચંપાબેનના સાસુએ પતિ ગમ થયા અંગે નોંધ કરાવી હતી. સાર=સાસરીયાઓના ત્રાસની સાથે પતિના કૃત્યથી કંટાળી ચંપાબેને મચ્છુ ડેમમાં પોતાની બે વર્ષની દીકરી સાથે ઝંપલાવી દેતા ત્યાં હાજર સિક્યુરિટી ગાર્ડે ચંપાબેનને બચાવી લીધા હતા. જો કે, બાદમાં પણ પતિ સાસુનો ત્રાસ ચાલુ રહેતા ચંપાબેન માવતરના ઘેર રહે છે અને પતિ તેમજ સાસુ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં અરજી કર્યા બાદ ગઈકાલે મહિલા પોલીસ મથકમાં બન્ને વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.