સામાન્ય બોલાચાલી બાદ પતિએ હેવાન બનાવી પત્નીનું જ કાસળ કાઢી નાખ્યું, મૃતદેહને પીએમ અર્થે ખસેડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હળવદ : હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામની સીમ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક વાડીમાં મજૂરી કામ કરતા દંપતી વચ્ચે થયેલી બોલાચાલી બાદ પતિએ પોતાની જ પત્નીની દાતરડાના ઘા ઝીંકીને ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી છે. આ બનાવને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.રાત્રિના સમયે દંપતી વચ્ચે થઈ હતી તકરારમળતી માહિતી મુજબ, નવા માલણીયાદ ગામની સીમમાં મગનભાઈ ભગવાનભાઈની વાડી આવેલી છે, જે વાડી અન્ય એક વ્યક્તિએ ઉધડ રાખેલી છે. આ વાડીમાં છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના વતની એવા માસુડીબેન વર્ષીભાઈ નાયક (ઉંમર વર્ષ 55) તેમના પતિ વર્ષીભાઈ જાડીયાભાઈ નાયક, દીકરા અને દીકરાની વહુ સાથે રહીને મજૂરી કામ કરતા હતા. ગઈકાલે મોડી સાંજે કોઈ કારણોસર પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન પતિ વર્ષીભાઈ નાયકે આવેશમાં આવી પોતાની પત્ની માસુડીબેનને છાતીના ભાગે દાતરડાનો ઘા મારી દીધો હતો, જેથી માસુડીબેનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.હત્યા કર્યા બાદ આખી રાત લાશ પાસે જ બેસી રહ્યો આરોપીઆ ઘટનાની ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે, રાત્રિના સમયે પત્નીની હત્યા કર્યા બાદ આરોપી પતિ ત્યાંથી ભાગી જવાને બદલે આખી રાત મૃતકની લાશ પાસે જ બેસી રહ્યો હતો. આજે સવારે 9:00 વાગ્યાની આસપાસ જ્યારે વાડી ઉધડ રાખનાર વ્યક્તિ ત્યાં પહોંચ્યો ત્યારે તેને આ સમગ્ર મામલાની જાણ થઈ હતી. તેને તુરંત જ ગામના લોકોને અને હળવદ પોલીસને આ અંગે માહિતી આપી હતી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરીઘટનાની જાણ થતાં જ હળવદ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે મૃતક મહિલા માસુડીબેનની લાશને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી છે. પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.#MorbiUpdate #Halvad #CrimeNews #Murder #HalvadPolice #MorbiNews #BreakingNews #Gujarat