આઇસરે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત, પત્ની અને પુત્રને ઇજા પહોંચી વાંકાનેર : વાંકાનેર બાંઉન્ટ્રી પાસે આઇસરે બાઇકને હડફેટે લેતા બાઈકચાલક યુવાનનું મોત નીપજ્યું હતું. પત્ની અને પુત્રને ઇજા પહોંચી હતી. આ અકસ્માતમાં પત્નીની નજર સામે જ પતિનું મોત થતા અરેરાટી મચી ગઇ હતી. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી.પ્રાપ્ત થતી વિગતો અનુસાર ચોટીલાના મોટી મોલડી ગામના ચંદુભાઈ ગેલાભાઈ ડાભી (ઉ.વ. 40) અને તેમના પત્ની તથા પુત્ર સાથે ગત તા.૨૬ ના રોજ સાંજના સાડા ચારેક વાગ્યાના અરસામાં રાજકોટ અમદાવાદ નેશનલ હાઇવે રોડ ઇન્ડીયન ઓઇલ પંપની સામે વાંકાનેર બાંઉન્ટ્રી પાસે બાઈક ઉપર પસાર થઈ રહ્યા હતા. ત્યારે ઇન્ડીયન ઓઇલ પંપની સામેથી રોડ ક્રોસ કરતી વખતે એક આઇસર નં. જી.જે. ૦૩ બીવી ૭૨૫૬ના ચાલકે આ બાઇકને હડફેટે લેતા બાઈક સવાર ચંદુભાઈને ગંભીર ઇજા થવાથી તેમનું મોત નીપજ્યું હતું અને આ અકસ્માતમાં તેમના પત્ની અને પુત્રને ઇજા પહોંચી હતી. બાદમાં આ બનાવ અંગે મૃતકના ભાઈ રતાભાઇ વેલાભાઇ ડાભીએ ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર.. નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.. https://t.me/morbiupdate