મોરબી રહેતી પરણીતાએ 8 માસની ચડત રકમ નહીં ચુકવનાર વાંકાનેરના પતિ સામે ન્યાય માંગતા અદાલત દ્વારા આકરો ચુકાદો મોરબી : મોરબીમાં ભાડાના મકાનમાં રહેતી પરિણીતાને વાંકાનેરમાં રહેતા પતિએ નામદાર અદાલતના હુકમ મુજબ આઠ-આઠ મહિનાથી ભારણ પોષણની રકમ ન ચુકવતા પરિણીતાએ અદાલત સમક્ષ ન્યાયની ગુહાર લગાવતા નામદાર અદાલતે ચડત ભરણપોષણની રકમ ન ચુકવનાર પતિને 80 દિવસની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે. આ કેસની વિગત જોઈએ તો, મોરબીના વાવડી ગામે બજરંગ સોસાયટીમાં રહેતા નયનાબેન રમેશભાઈ બારોટના લગ્ન વાંકાનેરના રેલવે જંકશન નજીક ગોડાઉન રોડ ઉપર રહેતા સુરજિતભાઈ ભગવતીપ્રસાદ રાવલ સાથે થયા હતા. પરંતુ બંને વચ્ચે મનમેળ ન હોય વર્ષ 2019માં ભારણ પોષણ મેળવવા નયનાબેને અદાલત સમક્ષ કેસ દાખલ કરતા નામદાર અદાલતે સુરજિતભાઈ રાવલને દર મહિને રૂ.5000 ખાધા ખોરાકી પેટે ચૂકવવા હુકમ કર્યો હતો. દરમિયાન નામદાર અદાલતનો આદેશ હોવા છતાં સુરજિતભાઈ રાવલે આઠ મહિનાથી ખાધા ખોરાકીની રકમ નયનાબેનને ન ચુકવતા નયનાબેને બાકી નીકળતા ભારણ પોષણના નાણાં મેળવવા અદાલત સમક્ષ અરજ કરતા નામદાર અદાલતે સુરજિતભાઈ રાવલને એક મહિનાના દસ દિવસની સજા મુજબ 8 મહિનાની ચડત રકમ પેટે 80 દિવસની કેદની સજા ફટકારી છે. આ કેસમાં ફરિયાદી પક્ષે એડવોકેટ ભાવેશભાઈ ફૂલતરીયા રોકાયા હતા. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..