મોરબી : મોરબીના ભળીયાદ કાંટા નજીક જંગલેશ્વર વિસ્તારમાં રહેતા સુરેશભાઈ ગોવિંદભાઇ ડાભી ઉ.42 નામના યુવાનને પત્ની સાથે અણબનાવ રહેતો હોય તેવામાં 15 દિવસથી પત્ની વનીતાબેન પિયર ચાલ્યા જતા આ વાતનું લાગી આવતા સુરેશભાઈ ડાભીએ પ્લાસ્ટિકની દોરી વડે ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.