ટંકારા : ટંકારા તાલુકાના જબલપુર ગામની સીમમાં કારખાનામાં મજૂરી કામ કરતા યુવાનને નવું મોટર સાયકલ લેવું હોય પત્નીએ ના પાડતા મનોમન લાગી આવતા યુવકે નગરપાલિકાના કચરો નાખવાના શેડમાં જઈ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના જબલપુર ગામની સીમમાં આવેલ વિઝન બીલટેક નામના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના જાબુઆ જિલ્લાના વતની બદીયાભાઈ હુરજીભાઈ ભુરિયા ઉ.37ને નવું મોટર સાયકલ લેવું હોય પત્નીને વાત કરતા પત્નીએ પોતાના પુત્રના લગ્ન કરવાના બાકી હોય હાલમાં રૂપિયાની સગવડ ન હોવાથી બાઈક લેવાની ના પાડતા બદીયાભાઈને મનોમન લાગી આવતા તા.1ના રોજ રાત્રીના ત્રણ વાગ્યે બાથરૂમ જવાનું કહી કારખાના પાછળ આવેલ નગરપાલિકાના કચરો નાખવાના શેડમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.