દોઢ માસ પૂર્વે જેની સાથે પ્રેમલગ્ન કર્યા તે જ પત્નીના ચારિત્ર્ય પર શંકા કરી પતિએ કરી હતી હત્યામોરબી : મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ મારબીજ સિરામિક કારખાનામાં કામ કરતા મધ્યપ્રદેશના વતની યુવકે પોતાની પત્નીને અન્ય યુવક સાથે લફરું હોવાની શંકાએ ગળું દબાવી પથ્થરના ઘા ઝીકી હત્યા કરી નાખતા હત્યાના આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ચોંકાવનારી બાબત તો એ છે કે, હત્યારા પતિએ 1.5 મહિના પહેલા જ પોતાના વતનની બાજુના ગામમાં રહેતી યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા પરંતુ આરોપીના મનમાં શંકાનો કીડો ઘર કરી જતા પત્નીને મોતને ઘાટ ઉતારી હતી. આ બનાવમાં પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે.ફેક્ટરીમાં સાથે કામ કરતા યુવક પર હતી શંકાપ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ મારબીજ સિરામિક ફેકટરીમાં કામ કરતા અને અહીં જ લેબર ક્વાર્ટરમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની આરોપી મહેન્દ્રસિંહ શંકરસિંહ મરકામે પોતાની પત્ની રેખા ઉર્ફે રિયા કારખાનામાં સાથે કામ કરતા દિલભર યાદવ સાથે વાતો કરતી હોય અને લફરું હોવાની શંકાએ ગળું દબાવી કપાળના ભાગે બેલાના ઘા ઝીકી હત્યા કરી નાખી હતી. બનાવ અંગે મૃતક રિયાના પિતા શિવકુમાર પ્રેમલાલ મરાવી (રહે. ભીમપાર, મધ્યપ્રદેશ) એ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી મહેન્દ્રસિંહ શંકરસિંહ મરકામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.1.5 માસ પૂર્વે જ કર્યા હતા પ્રેમલગ્નમૃતક રેખા ઉર્ફે રિયાના પિતા શિવકુમાર પ્રેમલાલ મરાવીએ પોલીસ સમક્ષ જાહેર કર્યું હતું કે, આરોપી મહેન્દ્રસિંહ તેમના નજીકના જ ગામમાં રહેતો હોય 1.5 મહિના પૂર્વે આરોપી મહેન્દ્રસિંહે રેખા ઉર્ફે રિયા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પ્રેમલગ્ન કર્યા બાદ પ્રેમીયુગલ મોરબી સીરામીક ફેકટરીમાં રોજગારી માટે આવ્યા હતા. અહીં ફેકટરીમાં જ સાથે કામ કરતા દિલભર સાથે રિયા ઉર્ફે રેખા વાતો કરતી હોવાથી આરોપી મહેન્દ્રસિંહને મનમાં શંકા હતી કે, તેની પત્નીને દિલભર યાદવ સાથે લફરું છે. જેથી ખોટી શંકા વહેમ રાખી આરોપી મહેન્દ્રસિંહે રેખા ઉર્ફે રિયાનું ગળું દબાવી કપાળમાં બેલાના ઘા ઝીકી હત્યા કરી નાખી હતી.આરોપી પતિની રિમાન્ડ માટે તજવીજઆ સમગ્ર મામલે મોરબી ડીવાયએસપી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, મારબીજ સિરામિકની મજૂર કોલોનીમાં આ ઘટના બની છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતક રેખાબેનને અન્ય કોઈ મજૂર સાથે અનૈતિક સંબંધ હોવાની પતિ મહેન્દ્રસિંહને શંકા હતી. આ શંકાના આધારે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ આરોપીએ પત્નીનું ગળું દબાવી અને પથ્થરના ઘા મારીને હત્યા કરી છે. આ યુગલ 1.5 થી 2 મહિનાથી મોરબીમાં મજૂરી અર્થે આવ્યું હતું. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને તેના રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #CrimeNews #MurderCase #MorbiPolice #GujaratNews #CrimeDiary