તારા કારણે મારી પહેલી પત્ની જતી રહી હોવાનું કહી બોથડ પદાર્થના ઘા મારી નવી પત્નીને પતાવી દીધી હતી મોરબી : ટંકારા તાલુકાના લજાઈ નજીક કારખાનાની ઓરડીમાં નવી પત્ની અને જૂની પત્નીના બાળકો સાથે રહેતા પતિએ ગત તારીખ 8 ના રોજ નવી પત્ની સાથે ઝઘડો કરી હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો હતો. તારા કારણે મારી જૂની પત્ની અન્ય વ્યક્તિ સાથે જતી રહી હોવાનું કહી બોથડ પદાર્થના ઘા મારી નવી પત્નીની હત્યા કરી લાશ ભીમનાથ મહાદેવ પાસે અવાવરું જગ્યામાં ફેંકી દીધી હતી. આ બનાવ અંગે પિતા વિરુદ્ધ 17 વર્ષીય પુત્ર સાહિલ ભોજવીયાએ ફરિયાદ નોંધાવી હતી, જેમાં પિતાએ તેને પણ પતાવી દેવાની ધમકી આપી હોવાનો ઉલ્લેખ હતો. આ મર્ડર કેસના આરોપીને ગણતરીની કલાકોમાં જ ટંકારા પોલીસે શોધી કાઢી ગુનાનો ભેદ ઉકેલ્યો છે.આ મામલે ટંકારા પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ગુ.ર.નં. 11189006260292/2026 થી ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 103(1), 238, 351(2) તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે આરોપી સંજયભાઈ ગોવિંદભાઈ ભોજવીયા (ઉંમર 40) ને સિલ્વર પ્લાસ્ટીક નામના કારખાનાની ઓરડી પાસેથી શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી મૂળ મોરબીના સનાળા બાયપાસ રોડ, જોગણીનગરનો રહેવાસી છે અને હાલ લજાઈ-ભીમનાથ રોડ પર રહેતો હતો.#MorbiUpdate #Morbi #Tankara #MurderCase #TankaraPolice #GujaratPolice #CrimeNews #Arrested #MorbiNews