પત્નીએ દીકરીને ડિલિવરી સમયે રૂપિયા આપ્યા હોય તે બાબતે બોલાચાલી કરી હથોડાના ઘા ઝીકી કરી હતી હત્યા મોરબી અપડેટ : મોરબીના ભડીયાદમાં રફાડિયા રોડ પર આવેલી આધ્યાશક્તિ પેપર મિલના કારખાનામાં એટીબીના કૂવા પાસે ગત તા.17ના રોજ હત્યાનો ચકચારી બનાવ બન્યો હતો. જેમાં પત્નીએ હથોડાના ઘા ઝીકીને પત્નીને મોતને ઘાટ ઉતારી હતી. આ બનાવને પગલે પોલીસે આરોપી પતિની ધરપકડ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ, 45 વર્ષીય શાંતાબેન ભૂરાભાઈ કતારા નામના મહિલાની તેમના જ પતિ ભૂરાભાઈ બુધિયાભાઈ કતારા દ્વારા હથોડાના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી નાખવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર, મૃતક શાંતાબેનના પતિ ભૂરાભાઈ બુધિયાભાઈ કટારા છેલ્લા ઘણા સમયથી તેમની સાથે રહેતા ન હતા. પરંતુ, દીકરીને ડિલિવરી સમયે પૈસા આપવા બાબતે બંને વચ્ચે તકરાર થઈ હતી. બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા પતિ ભૂરાભાઈ કતારાએ શાંતાબેનની હત્યા કરી નાખી હતી.આ બનાવ સંદર્ભે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમ 103(1) તથા જી.પી. એક્ટ કલમ 135 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મોરબી તાલુકા પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યાના ગુનામાં સંડોવાયેલા આરોપી ભુરાભાઇ બુધીયાભાઇ કતારા (મૂળ રહે. પાડલવા કાચલા ફળીયુ, તા. રાણપુર, જી. જાંબુવા - MP) ને ભાણવડ તાલુકાના ચોંખડા ગામની સીમ વિસ્તારમાંથી ઝડપી લીધો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.#Morbi #MorbiNews #MorbiUpdate #MorbiPolice #CrimeNews #GujaratPolice #BreakingNews