પ્રાથમિક શાળા પાસેથી બન્નેના મૃતદેહ મળ્યા : બનાવનું કારણ શોધવા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટટંકારા : ટંકારાના છતર ગામે એક દંપતિએ ઝેરી દવા ખાઈને આપઘાત કરી લીધો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેને લઈને ટંકારા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા પોલીસ મથકના વિસ્તારના છતર ગામે આજે બપોર બાદ પ્રાથમિક શાળા નજીક નિલેશભાઈ મનસુખભાઇ ખૂંટ ઉ.વ.45 અને ભારતીબેન નિલેશભાઈ ખૂંટ ઉ.વ.43એ કોઈ કારણોસર ઝેરી દવા ખાઈને આપઘાત કરી લીધો હતો. આ અંગે જાણ થતાં ટંકારા પોલીસ મથકના રાજેશભાઇ કંજરીયા સહિતના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહને પીએમ અર્થે ખસેડી આપઘાત પાછળનું કારણ શોધવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.વધુમાં સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર આત્મહત્યા કરનાર દંપતિના પુત્ર મિલનભાઈ પોલીસમાં ફરજ બજાવે છે. આ બનાવથી સમગ્ર ગામમાં ભારે શોક વ્યાપી ગયો છે.