ધાવા ગીરના માધવબાગનું ડાયરેક્ટ મોરબીમાં વેચાણ : શનાળા રોડ ઉપર લાતીપ્લોટ શેરી નંબર-1માં વેચાણ : આજથી ઓર્ડર બુકીંગ મોરબી : મોરબીના સ્વાદ શોખીન લોકોને ઓરીજનલ ઓર્ગેનિક કેસર કેરીનો ટેસ્ટ કરાવનાર ધાવા ગીરના પ્રખ્યાત માધવબાગની ઓરીજનલ મીઠાશથી ભરપૂર પ્રીમિયમ રાજવી કેસર કેરી થોડા અંતરાલ બાદ હવે મોરબી શહેરની મધ્યમાં લાતીપ્લોટમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે માનવંતા ગ્રાહકો માટે વાવાઝોડાની અસર વગરની કેરી આવતકાલથી મળી શકાશે આ માટે આજથી પ્રિ ઓર્ડર બુકીંગ શરૂ કરવામાં આવ્યું છે. તાલાલાનાં ધાવા ગીરના માધવબાગના નિલેશભાઈ પટેલના જણાવ્યા મુજબ આ વર્ષે મોરબીમાં પ્રથમ વખત જ ઓરીજનલ પ્રીમિયમ ઓર્ગેનિક રાજવી બ્રાન્ડ કેસર કેરીનું બગીચાથી સીધું જ વેચાણ શરૂ કરવામાં આવતા મોરબીના સ્વાદ શોખીન લોકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો છે પરંતુ વાવાઝોડાને કારણે વેચાણ વ્યવસ્થામાં વિક્ષેપ આવ્યા બાદ આવતીકાલથી મોરબીની મધ્યમાં શનાળા રોડ,લાતીપ્લોટ શેરી નંબર-1, રામકૃષ્ણ હોટલ પાછળ ફરીથી પ્રીમિયમ ઓર્ગેનિક રાજવી કેસર કેરીનું વેચાણ શરૂ કરવામાં આવી રહ્યું છે.આ માટે આજથી મોબાઈલ નંબર 9924902228 ઉપર પ્રિ-બુકીંગ શરૂ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ધાવા ગીર ખાતે આવેલા માધવબાગ ફાર્મને વાવાઝોડા દરમિયાન આંશિક અસર પહોંચી છે જો કે, તેમ છતાં હજુ પણ આગામી એકાદ અઠવાડિયા સુધી સ્વાદ શોખીનોને આંબા ઉપર રહેલી શ્રેષ્ઠ કેસર કેરીનો સ્વાદ માણવાં મળશે. આવતીકાલથી મોરબીમાં રાજવી પ્રીમિયમ ગેરંટેડ ઓર્ગેનિક કેસર કેરી વાવાઝોડાની અસર વગરની તેમજ વાવાઝોડા બાદની દાબામાં કુદરતી રીતે પકાવેલી કેસર કેરીનું વેચાણ કરવામાં આવશે. જેથી બન્ને વેરાયટી માટે મોબાઈલ નંબર 9924902228 ઉપર પ્રિ-બુકીંગ કરવા અથવા લાતીપ્લોટ શેરી નંબર-1, રામકૃષ્ણ હોટલ પાછળ,શનાળા રોડ મોરબી ખાતે રૂબરૂ સંપર્ક કરવા નિલેશભાઈ પટેલ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.