મોરબી : શહેરમાં ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે. વાહનોની સંખ્યા વધવા સાથે રોડ-રસ્તાઓનું વિસ્તૃતીકરણ ન થતા શહેરમાં છાસવારે ટ્રાફિકજામની સમસ્યા ઉદ્દભવે છે, ત્યારે આજે સવારે નટરાજ ફાટક પાસે લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. નટરાજ ફાટક બંધ થતાં સમયે લોકોમાં રહેલી ટ્રાફિક સેન્સના અભાવે વાહન ચાલકો વહેલા નીકળી જવાની લ્હાઈમાં સામસામે આવી જતા આજે પિક અવર્સના સમયે ટ્રાફિક જામ સર્જાયો હતો. ફાટક બંધ થાય કે ખુલે ત્યારે અત્યાર સુધી બાપુના બાવલા પાસે ટ્રાફિક બ્રિગેડના જવાનો વાહન વ્યવહારને કંટ્રોલ કરતા હતા પણ ઘણા સમયથી કોઈ અગમ્ય કારણોસર આ જવાનોની ડ્યુટી અહીંથી હટાવી દેવામાં આવતા નટરાજ ફાટક પાસે ટ્રાફિકની સમસ્યા વકરી છે.