પોતાને માટે બિનઉપીયોગી ચીજ-વસ્તુઓ અહીં મૂકીને આ દીવાલ મજબૂત બનાવવા નગરજનોને આહવાન મોરબી : લગભગ દરેક પરિવારમાં એવી કોઈને કોઈ ચીજ વસ્તુઓનો જમાવડો હશે જ જે એમના માટે સાવ બિનઉપીયોગી હોય. પણ આવી ચીજ વસ્તુઓ ભંગારમાં સાવ મામુલી ભાવે વેંચી દેવાને બદલે જરૂરિયાતમંદોને આપીને પુણ્યનું ભાથું બાંધી શકાય છે. લોકોને આવુ સેવાકીય કાર્ય કરવું પણ હોય છે. પણ કઈ રીતે કરવું એની માહિતી હોતી નથી. ત્યારે મોરબીમાં રવાપર રોડ પર પોતાના માટે બિનઉપીયોગી ચીજ-વસ્તુઓનું દાન સ્વીકારવા માટે એક સ્થાન ઉભું કરવામાં આવ્યું છે. લીલા લહેર ગ્રુપ દ્વારા રવાપર રોડ પર માનવતાની દીવાલ નામની એક કેબિન મુકવામાં આવી છે. આ કેબિનમાં લોકો પોતાના માટે બિનજરૂરી કપડાં, બુટ-ચપ્પલ, વાસણ કે ઘર વપરાશની કોઈપણ ચીજ વસ્તુ મૂકી જાય છે અને જે આ વસ્તુના જરૂરિયાતમંદ લોકો હોય એ ત્યાંથી પોતાની જરૂરિયાત પ્રમાણેની વસ્તુઓ લઈ જાય છે. બન્ને તરફથી ચૂપચાપ કરવામાં આવતા આ કાર્યથી આપનારને ગુપ્તદાન આપ્યાનો સંતોષ મળે છે જ્યારે લેનારને હાથ ફેલાવ્યા વગર જરૂરી વસ્તુ મળી જાય છે. કહેવાય છે કે ખુદ્દાર લોકો માંગવા કરતા મોત મીઠું કરવાનું પસંદ કરે છે. ઘણા ગરીબ અને નિમ્ન મધ્યમવર્ગના ખુદા્ર લોકો ક્યાંય હાથ ફેલાવી શકતા નથી. જરૂરિયાતની ચીજ વસ્તુ વગર હેરાન થઈને પણ 'રોડવી' લ્યે છે. ત્યારે આવા લોકો માટે લીલા લહેર ગ્રુપે શરૂ કરેલી માનવતાની દીવાલને મોરબીવાસીઓ વધુ મજબૂત બનાવશે એવી અપેક્ષા રાખીને ગ્રુપે નગરજનોને આ દીવાલ પર આવીને પોતાને જરૂરી ન હોય એવી વસ્તુઓ મૂકી જવા ભાવુક અનુરોધ કર્યો છે. આપણું મોરબી..આપણો રેડીઓ.. Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો.. Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.. https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne