મોરબી : મોરબી જિલ્લામાં ગતરાત્રીના સમયે બે અલગ અલગ માર્ગ અકસ્માતન બનાવો સામે આવ્યા છે. મોરબી પોલીસ અધીક્ષક તેમજ ડીવાયએસપીની સુચના તેમજ ટ્રાફિક પોલીસ ઈન્સ્પેક્ટર- મોરબીના માર્ગદર્શન હેઠળ મોરબી-માળિયા સામખીયાળી રોડ પર ટ્રાફિક પોલીસની ટીમ નાઈટ પેટ્રોલિંગ કરી રહી હતી તે દરમિયાન હરીપર ઓવરબ્રિજ પાસે તેમજ હોટલ હોનેસ્ટ સામે એમ બે જગ્યાએ અકસ્માતના બનાવો બન્યા હતા. આ બન્ને અકસ્માતની ઘટનામાં પોલીસે માનવતા દાખવી ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે માળિયા તેમજ મોરબી ખસેડવામાં આવ્યા હતા. આ કામગીરીમાં મોરબી ટ્રાફિક પીએસઆઈ ડી.બી. ઠક્કર તેમજ ડ્રાઈવર અશોકભાઈ જોડાયા હતા.