ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય વિભાગ તેમજ જિલ્લા કલેકટરને લેવાયેલ પગલાંનો 6 અઠવાડિયામાં અહેવાલ રજૂ કરવા આદેશમોરબી : મોરબીમાં સિલિકોસીસના કારણે 5 લોકોના મૃત્યુ થયા બાદ મામલો માનવ અધિકાર પંચમાં પહોંચ્યો છે. જેમાં પંચે ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય વિભાગ તેમજ જિલ્લા કલેકટરને 6 અઠવાડિયામાં અહેવાલ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.મોરબી જિલ્લામાં 5 વ્યક્તિ સીલીકોસીસથી મૃત્યુ પામ્યા છે. પરંતુ એમણે વળતર મળેલ નથી અને અન્ય 25 લોકો સીલીકોસીસ બીમારીના કારણે મોતને દરવાજે પીડાય રહ્યા છે પરંતુ એમને પણ કોઈ મદદ મળી રહી નથી. તે બાબત માનવ અધીકાર પંચ સમક્ષ આ વર્ષના ફેબ્રુઆરી મહીનામાં પીપલ્સ ટ્રેનિંગ એન્ડ રીસર્ચ સેન્ટર (PTRC) દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ ( NHRC )ની બેઠકમાં આ ફરીયાદ ઉપર ચર્ચા કરી ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય (DISH)ને 6 અઠવાડિયામાં આ બાબતે પોતાનો અહેવાલ રજુ કરવા જણાવ્યું છે. પંચે મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટને પણ 6 અઠવાડિયાની અંદર આ બાબતે લેવામાં આવેલ પગલાં બાબતનો અહેવાલ રજુ કરવા માટે વધુ એક તક આપી છે.આમ હવે ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય વીભાગે હવે મોરબીમાં સીલીકોસીસ અટકાવવા માટે લીધેલા પગલાંની વિગતો આપવી પડશે. જો કે પીપલ્સ ટ્રેનિંગ એન્ડ રીસર્ચ સેન્ટરના જણાવ્યા મુજબ આ મામલે તંત્ર નિષ્ફળ રહ્યું છે.