ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ અને મહિલા સમન્વયના ઉપક્રમે આગામી 17 સપ્ટેમ્બરે કાર્યક્રમનું આયોજન: રાષ્ટ્ર નિર્માણમાં નારી શક્તિના મહત્વ અંગે અપાશે માર્ગદર્શનમોરબી અપડેટ : દીકરી જ્યારે સુશિક્ષિત, જાગૃત અને સંસ્કારી બને છે, ત્યારે માત્ર એક પરિવાર જ નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્રનું નિર્માણ થાય છે. આજના ઝડપી બદલાતા યુગમાં દીકરીઓ પોતાના લક્ષ્ય પ્રત્યે સ્પષ્ટ રહે, ટેકનોલોજી અને સોશિયલ મીડિયાનો યોગ્ય ઉપયોગ સમજે અને તેમનામાં રાષ્ટ્રપ્રેમની ભાવના દ્રઢ બને તેવા ઉમદા હેતુથી મોરબીમાં એક ભવ્ય છાત્રા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ-મોરબી અને મહિલા સમન્વય મોરબી જિલ્લા દ્વારા 'હમ હૈ ભારત વિધાતા' (દીકરી એ જ દેશનું ભવિષ્ય) વિષય પર આગામી તારીખ 17 સપ્ટેમ્બર 2026 ને ગુરુવારના રોજ આ પ્રેરણાદાયી છાત્રા સંમેલન યોજાશે. કાર્યક્રમની રૂપરેખા અને સત્રોની માહિતી17/09/2026 ગુરુવાર, સવારે 9:00 થી 11:30 વાગ્યા સુધી. (સવારે 8:30 કલાકે પંજીકરણ અને બેઠક વ્યવસ્થા શરૂ થશે).* સ્થળ: પટેલ સમાજ વાડી, શક્ત શનાળા, તા. મોરબી, જિ. મોરબી.* સત્ર-1 (ઉદઘાટન સત્ર): 'સોશિયલ મીડિયા ઔર હમ મેં એક ઉત્તમ છાત્રા' વિષય પર જોધપુરથી પધારેલા મહિલા સમન્વય અ.ભા. સહસંયોજિકા પુષ્પાજી જાંગિડ વિશેષ માર્ગદર્શન આપશે.* સત્ર-2: 'વૈભવશાલી રાષ્ટ્ર નિર્માણ મેં યુવાઓ કી ભૂમિકા મેં અદ્યતન કૈસે બનુંગી?' વિષય પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અ.ભા. પ્રચાર ટોળીના સદસ્ય મુકુલ કાનિટકર વક્તવ્ય આપશે.* સત્ર-3: આ અંતિમ સત્રમાં પ્રશ્નોત્તરી, સમાપન અને અલ્પાહારનું આયોજન કરવામાં આવ્યું છે.કાર્યક્રમમાં જોડાવા માટે અગાઉથી નોંધણી કરાવવી ફરજિયાત છે. મોરબી જિલ્લા સહ સંયોજિકા મિતલબેન પરેચા અને જિલ્લા સંયોજિકા નેહા વૈભવ દ્વારા દીકરીઓને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા આ કાર્યક્રમમાં અચૂક ભાગ લેવા અનુરોધ કરાયો છે. વધુ માહિતી અને નોંધણી માટે ઉષાબેન પંડ્યા (97147 61725), જાગૃતિબેન શુક્લ (99045 97241) અથવા પુષ્પાબેન ચિકાણી (95106 33288) નો સંપર્ક કરી શકાશે.#Morbi #MorbiNews #MorbiUpdate #StudentConvention #WomenEmpowerment #HumHaiBharatVidhata #ShaktSanala #GirlsEducation