મોરબી : મોરબીના નહેરૂગેટ ચોક પાસે ઉભરાતી ગટરની સમસ્યાને કારણે લોકોને ભારે હાલાકી પડી રહી છે. અહીં મુખ્ય બજાર હોવાથી શહેરના તેમજ બહારગામના લોકો ખરીદી અર્થે આવતા હોય છે. ત્યારે તેઓને અહીં ગટરના પાણીમાંથી પસાર થઈને જવું પડે છે. મહાપાલિકા દ્વારા થોડા સમય પહેલા કામગીરી કરાઈ હતી પરંતુ ફરી પરિસ્થિતિ પહેલા જેવી જ થઈ ગઈ છે. જેથી મહાપાલિકા આ સમસ્યાનો કાયમી નિકાલ કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે.