નેશનલ હાઇવે પર રીઝન્ટા હોટલ પાસે ઓરડીમાં છુપાવેલ દારૂ - બિયર કબ્જે, આરોપી ફરારમોરબી : મોરબી શહેરના બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં એલસીબી અને સ્થાનિક પોલીસે અલગ અલગ બે દરોડામાં વિદેશી દારૂ અને બિયરનો જંગી જથ્થો ઝડપી લીધો હતો.જો કે, આરોપી ફરાર થઇ ગયો હતો.અન્ય દરોડામાં બી ડિવિઝન પોલીસે વિદેશી દારૂના 3 ચપલા સાથે એક શખ્સને રોહિદસપરામાંથી ઝડપી લીધો હતો.મોરબી એલસીબી ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે વાંકાનેર - મોરબી નેશનલ હાઇવે પર આવેલ રિઝન્ટા હોટલ પાસે સરાણીયાના ઝૂંપડામાં દરોડો પાડતા આરોપી સતીષ ઉર્ફે રઘુ તેજાભાઇ સરાણીયાના કબ્જાવાળી ઓરડીમાંથી વિદેશી દારૂની નાની મોટી 450 બોટલ કિંમત રૂપિયા 1,74,460 તેમજ બિયરના 96 ટીન કિંમત રૂ.21,120 મળી આવતા કુલ રૂપિયા 1,95,580નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જો કે, આરોપી હાજર નહિ મળી આવતા આરોપી સતીષ તેમજ તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ બી ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાવ્યો હતો.બીજા દરોડામાં બી ડિવિઝન પોલીસે રોહિદાસપરા વિસ્તારમાંથી આરોપી જ્યેશ દિનેશભાઇ સાગઠિયા ઉ.24 નામના યુવકને વિદેશી દારૂના 180 મીલી માપના 3 ચપલા કિંમત રૂ.240 સાથે ઝડપી લઇ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.