ઉંચી માંડલ પાસે પોલીસને જોઈ અર્ટિકા કારનો ચાલક કાર મૂકી નાસી ગયોમોરબી : મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પોલીસે અલગ અલગ ચાર દરોડા પાડી વિદેશી દારૂ અને બિયરનો જંગી જથ્થો ઝડપી લીધો હતો.જેમાં ઉંચી માંડલ નજીક તાલુકા પોલીસની વોચ દરમિયાન અર્ટિકા કારનો ચાલક કાર રેઢી હાલતમાં મૂકી નાસી જતા પોલીસે કારમાંથી લાખોની કિંમતનો વિદેશી દારૂ અને બિયર કબ્જે કર્યો હતો.ઉપરાંત રંગપર બેલા નજીકથી અન્ય એક દરોડામાં 80 ચપલા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.પ્રથમ દરોડામાં મોરબી તાલુકા પોલીસે કારમાં દારૂની હેરફેર થતી હોવાની બાતમીને આધારે ઉંચી માંડલ ગામના બસસ્ટેશન પાસે વોચ ગોઠવતા નંબર વગરની અર્ટિકા કારનો ચાલક કાર રેઢી મૂકી નાસી જતા પોલીસે કારની તલાશી લેતા કારમાંથી વિદેશી દારૂની 288 બોટલ કિંમત રૂપિયા 2,15,409 તેમજ બિયરના 144 ટીન કિંમત રૂ.19,864, બે મોબાઈલ ફોન કિંમત રૂ.30 હજાર અને 5 લાખની કાર મળી કુલ 7,65,273નો મુદ્દામાલ કબ્જે કરી નાસી ગયેલા કાર ચાલક વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.જ્યારે બીજા દરોડામાં તાલુકા પોલીસે રંગપર બેલા નજીકથી આરોપી વસીમ ઓસમાણભાઈ નારેજા ઉ.30 રહે. બેલા ગામ વાળાને વિદેશી દારૂના 80 ચપલા કિંમત રૂ.10,960 સાથે ઝડપી લઈ ત્રીજા દરોડામાં કાલીકાનગર ગામના ઝાપા પાસેથી પોલીસે આરોપી ઘોઘાભાઈ ઉર્ફે સુરેશ જગદીશભાઈ ભોજવીયા ઉ.40 રહે.કાલીકાનગર, મોરબી વાળાને વિદેશી દારૂના બે ચપલા કિંમત રૂપિયા 400 સાથે ઝડપી લીધો હતો.જ્યારે ચોથા દરોડામાં મોરબી બી ડિવિઝન પોલીસે કુબેર ટોકીઝ પાસેથી આરોપી ગોવિંદ ઉર્ફે રાહુલ શિવજી સરવૈયા ઉ.21 રહે.લક્ષ્મી નારાયણ સોસાયટી નવલખી રોડ વાળાને જામુન ફ્લેવર વોડકાના બે ચપલા કિંમત રૂ.160 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.