મોરબી : મોરબીમાં જિલ્લા સેવા સદનની પાછળનો હાઇવેને જોડતો માર્ગ બિસ્માર બન્યો છે. અહીં મસમોટા ખાડા છે. જ્યારે પાણી ભરાઈ જાય ત્યારે આ ખાડા દેખાતા ન હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ત્યારે મહાપાલિકા દ્વારા તુરંત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.