મોરબી : મોરબી બાયપાસ ઉપર છાત્રાલય વાળો રસ્તો જ્યાં ભેગો થાય છે ત્યાં મસ મોટો ખાડો જીવલેણ બને તેવી ભીતિ સેવાઈ રહી છે. અહીં ગત રોજ પણ બે બાઈકચાલક પડ્યા હતા. ખાડામાં પાણી ભરેલું હોવાથી વાહનચાલકને ખ્યાલ રહેતો નથી. ત્યારે આ ખાડો કોઈનો જીવ લ્યે તે પૂર્વે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.