મોરબી : મોરબીમાં બાયપાસ રોડ ઉપર દલવાડી સર્કલ પાસે એક મસમોટો ખાડો જીવલેણ બને તેવી ભીતિ સેવાઈ રહી છે. આ ભુગર્ભની કુંડીના ખાડાના કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઇ રહી છે. ઉપરાંત અકસ્માતનું જોખમ પણ તોળાઈ રહ્યું હોય તંત્ર દ્વારા વહેલી તકે પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.