પોસ્ટ ઓફિસ ફાટકથી જૂના રફાળેશ્વર રોડ ઉપર ઠેર ઠેર ઢગલાથી દુર્ગંધ ફેલાઈ, કડક કાર્યવાહીની માંગ કરતા રાહદારીઓ મોરબી : મોરબીના સામાકાંઠે પોસ્ટ ઓફિસ ફાટકથી જુના રફાળેશ્વર રોડ ઉપર આજે સાંજે એક ટ્રેક્ટરમાંથી માંસ-મટનના ટુકડા ઢોળાતા જતા હોય રાહદારીઓમાં ભારે રોષ ફેલાયો હતો. આ રોડ ઉપર અતિશય દુર્ગંધ પણ ફેલાઈ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં નટરાજ ફાટકથી જુના રફાળેશ્વર રોડ વચ્ચે આજે સાંજના સમયે એક ટ્રેકટર માંસ-મટનનો કચરો ભરીને જઈ રહ્યું હતું. જેમાંથી માંસ-મટનના ટુકડા રોડ ઉપર ઢોળાતા જતા હતા. જે ઘટનાથી રોષે ભરાયેલા રાહદારીઓએ ટ્રેકટર રોકાવી તેનો વિડીયો ઉતારી વાયરલ કર્યો છે. આ સાથે માંસ-મટનનું આવી રીતે પરિવહન કરતા તત્વો સામે કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠાવી છે.