સૌથી વધુ ખેતીની જમીન ધરાવતા નગરપાલિકા વિસ્તારમાં પોલીપેક, જીનિંગ અને સ્પીનિંગ ઉદ્યોગોનો પણ દબદબો મોરબી : મહાન સમાજ સુધારક અને ક્રાંતિકારી વિભૂતિ દયાનંદ સરસ્વતીજીની જન્મભૂમિ ટંકારા શહેરને 56 વર્ષ બાદ ફરી નગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ આગામી તા.26મીએ નગરપાલિકાની પ્રથમ સામાન્ય ચૂંટણી યોજવા જઈ રહી છે. અંદાજે 25 હજારની વસ્તી ધરાવતા ઐતિહાસિક ટંકારા શહેરના નાગરિકો ખેતી સાથે જોડાયેલ છે. અહીં જીનિંગ, સ્પીનિંગ અને પોલીપેક ઇન્ડસ્ટ્રીઝનો પણ દબદબો છે ત્યારે 6 વોર્ડની ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ, બસપા અને બે અપક્ષ સહિત કુલ 60 ઉમેદવારો અહીં ચૂંટણી મેદાને છે.ટંકારાનો ઇતિહાસ ખુબ જ પ્રાચીન છે, અંદાજે 431 વર્ષ પૂર્વે દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ એવા ટંકારા શહેરની સ્થાપના થઇ હતી.મજાની વાત તો એ છે કે,રાજાશાહી સમયથી લઈ ભારતદેશ આઝાદ થયા બાદ પણ વર્ષ 1969 સુધી અહીં શહેર સુધરાઈ એટલે કે, નગરપાલિકા કાર્યરત હતી. જોકે, 1969માં લોકોનું પલાયન થતા અહીં વસ્તી ઘટી જતાં નગરપાલિકા રદ કરી ગ્રામ ટંકારાને ગ્રામ પંચાયતમાં ફેરવવામાં આવી હતી.ટંકારાને નગરપાલિકાનો દરજ્જો આપવાનું જાહેરાત 2024માં થઈ12 ફેબ્રુઆરી 2024ના રોજ મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મ જયંતીના મહોત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ટંકારાને નગરપાલિકા બનાવવાની સત્તાવાર જાહેરાત કરી હતી. તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ જુલાઈ 2024માં ચીફ ઓફિસર અને વહીવટદારની નિમણૂક કરવામાં આવી હતી અને હાલ 2026મા નગરપાલિકાની પ્રથમ સામાન્ય ચૂંટણી યોજવા જઈ રહી છે.નહરપાલિકાનો વિસ્તાર અને વસતીટંકારા નગરપાલિકા આશરે ચાર કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલી છે, જેમાં ટંકારા અને આર્યનગર ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે.નગરપાલિકા વિસ્તાર મુખ્યત્વે ખેતી સાથે જોડાયેલ વસતી વસવાટ કરે છે.અહીં જીનિંગ-સ્પિનિંગ ઉદ્યોગો તેમજ પોલીપેક ઉદ્યોગો પણ આવેલ છે.વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો 1969માં ટંકારા શહેર સુધરાઈ રદ થઈ અને તે ગ્રામ પંચાયત બની ત્યારે તેની જનસંખ્યા આશરે 17 હજાર જેટલી હતી. સમયની સાથે આ સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે અને વર્તમાન સમયમાં ટંકારા નગરપાલિકાની કુલ જનસંખ્યા અંદાજિત 25 હજાર જેટલી છે.જેમાં મતદારોની સંખ્યા અંદાજે 9 હજારથી વધુ છે.છ વોર્ડમાં વહેંચાયેલ ટંકારા નગરપાલિકાના મુખ્ય વિસ્તાર● વોર્ડ નંબર ૧: ગાયત્રીનગર અને દેવીપૂજક વાસ.● વોર્ડ નંબર ૨: લુહાવાસ, ખેતિયાવાસ, કોળીવાસ અને અનુસૂચિત જાતિ વિસ્તાર● વોર્ડ નંબર ૩: ત્રણ હાટડી અને ભરવાડવાસ.● વોર્ડ નંબર ૪: નગરનાકા દવાખાના રોડ અને જમજમ નગર● વોર્ડ નંબર ૫: લક્ષ્મીનારાયણ સોસાયટી, આર્યનગર અને ઇન્દ્રપ્રસ્થ● વોર્ડ નંબર ૬: જીવાપરા શેરી, રાધાકૃષ્ણ શેરી અને ગોકુલ નગરપ્રથમ પ્રમુખ ઓબીસી સામાન્ય, 60 ઉમેદવાર ચૂંટણી મેદાનેઆગામી તા.26 એપ્રિલે યોજાનાર નગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં કુલ 6 વોર્ડ માટે કુલ 60 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ભાજપના 24,કોંગ્રેસના 24, બસપાના 10 અને બે અપક્ષ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. મહત્વનું છે કે, નગરપાલિકાના પ્રથમ પ્રમુખ પદ માટે રોટેશન મુજબ ઓબીસી સામાન્ય કેટેગરી નક્કી કરવામાં આવી છે. જેમાં આ વખતે ત્રણ બેઠક ઓબીસીની સામાન્ય છેટંકારા નગર પાલિકાની ચૂંટણી લડી રહેલા ઉમેદવારવોર્ડ ન. 1(1) મિતલ ધર્મેન્દ્રભાઈ કક્કડ - કોંગ્રેસ (2) મહેશ જેમલભાઈ મૈરા - કોંગ્રેસ(3) જ્યોત્સાબેન અરવિંદભાઈ લો - કોંગ્રેસ(5) ચેતનકુમાર રમણીકલાલ ત્રિવેદી - કોંગ્રેસ(5) મનિષા ભુપેન્દ્રભાઈ દુબરીયા - ભાજપ(6) ભારતીબેન રાજીવભાઈ પાંચોટિયા - ભાજપ(7) સિરાજ ઇબ્રાહીમ અબ્રાણી - ભાજપ(8) જયેશ અમરશીભાઈ ભટાસણા - ભાજપવોર્ડ ન. 2(1) જીનતબેન અબ્દુલભાઈ મોડ - કોંગ્રેસ(2) ગિરીશ હસમુખભાઈ ઘેટિયા - કોંગ્રેસ(3) નિલેશભાઈ દેવજીભાઈ રાઠોડ - કોંગ્રેસ(4) સિધ્ધી હર્ષદભાઈ પાંચોટીયા - કોંગ્રેસ(5) જયસુખ મનસુખભાઈ સારેસા - ભાજપ(6) મુકેશ અણદાભાઈ ભુંકુ - ભાજપ(7) સરોજબેન જીતેન્દ્રકુમાર ખોખાણી - ભાજપ(8) મનીષાબેન જીગ્નેશભાઈ દંતેસરીયા - ભાજપવોર્ડ ન. 3(1) રમેશભાઈ ભવાનભાઈ ભુંભરિયા - કોંગ્રેસ(2) ગીતાબેન જગદિશભાઈ દુબરીયા - કોંગ્રેસ(3) પરેશકુમાર ચકુભાઈ ફેફર - કોંગ્રેસ(4) મંજુલાબેન મહેશભાઈ ઝાપડા - કોંગ્રેસ(5) પુનમબેન ગોવિંદભાઈ આશર - ભાજપ(6) અર્જુન કનુભાઈ ઝાપડા ભરવાડવાસ - ભાજપ(7) જયદીપકુમાર કિરીટભાઈ જાની - ભાજપ(8) પાયલ સુરેશભાઈ કુકડિયા - ભાજપ વોર્ડ ન. 4(1) નીતાબેન કિશોરભાઈ સોલંકી - કોંગ્રેસ(2) અબ્દુલ અબુજી ચૌધરી - કોંગ્રેસ(3) નસીમબેન મહેબુબભાઈ મેસાણીયા - કોંગ્રેસ(4) ગફાર કાસમભાઈ ભૂંગર - કોંગ્રેસ(5) બિલ્કીસબેન ઇકબાલભાઈ શા - ભાજપ(6) નયના હરેશભાઈ પરમાર સંધી વાસ - ભાજપ(7) આરીફભાઈ સલેમાનભાઈ ભૂંગર - ભાજપ(8) સલીમભાઈ હુશેનભાઈ માડકીયા - ભાજપવોર્ડ ન. 5(1) નાગજીભાઈ વજાભાઈ ઝાંપડા - કોંગ્રેસ(2) રોશનબેન હનીફભાઈ શેરશીયા - કોંગ્રેસ(3) હસમુખ ગંગારામભાઈ જીવાણી - કોંગ્રેસ(4) સુનીતાબેન ભુપેન્દ્રભાઈ ગોધાણી - કોંગ્રેસ(5) આશા ચિરાગભાઈ કટારીયા - ભાજપ(6) પંકજભાઈ અમૃતલાલ કારેલીયા - ભાજપ(7) રશ્મિકાંત લાલજીભાઈ દુબરીયા - ભાજપ(8) મુક્તાબેન નાનજીભાઈ મેરજા - ભાજપવોર્ડ ન. 61. હેતલબેન જીતેન્દ્રગીરી ગૌસ્વામી - કોંગ્રેસ 2. સલીમ દાઉદભાઈ ભાણુ - કોંગ્રેસ 3. ગોપાલભાઈ હઠાભાઈ ઝાપડા - કોંગ્રેસ 4. મીનાબેન ચેતનભાઈ ત્રિવેદી - કોંગ્રેસ 5. પ્રતિકકુમાર શશીકાંતભાઈ આચાર્ય - ભાજપ6. મીરાજભાઈ શશીકાંતભાઈ કટારીયા - ભાજપ7. નિશાબેન મિતેષકુમાર મહેતા - ભાજપ8. અક્શાબાનુ ઇમરાન સોહવર્દી - ભાજપવોર્ડ પ્રમાણે મતદારોની આંકડાકીય માહિતી● વોર્ડ નં.1 : 1042 પુરૂષ, 925 સ્ત્રી, 1967 કુલ મતદાર● વોર્ડ નં.2 : 857 પુરૂષ, 817 સ્ત્રી, 1674 કુલ મતદાર● વોર્ડ નં.3 : 652 પુરૂષ, 641 સ્ત્રી, 1293 કુલ મતદાર● વોર્ડ નં.4 : 853 પુરૂષ, 833 સ્ત્રી, 1686 કુલ મતદાર● વોર્ડ નં.5 : 1031 પુરૂષ, 975 સ્ત્રી, 2006 કુલ મતદાર● વોર્ડ નં.6 : 657 પુરૂષ, 648 સ્ત્રી, 1305 કુલ મતદાર● કુલ : 5092 પુરૂષ, 4839 સ્ત્રી, 9931 કુલ મતદાર#VoterList #ElectionData #WardWiseVoters #MorbiUpdate #LocalElections #VotingDetails