પિતૃ તર્પણ અને દર્શન માટે લાંબી કતારો લાગી; સ્વચ્છતાના અભાવે પવિત્ર કુંડમાં અને મંદિરના પટાંગણમાં કચરાના ઢગલાથી શ્રદ્ધાળુઓમાં નારાજગીમોરબી અપડેટ: રફાળેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે શ્રાવણ માસની અમાસ નિમિત્તે મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. મેળામાં લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. પિતૃઓને પાણી પાવા માટે પીપળે જળ ચડાવવા તેમજ મહાદેવના દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો લાગી હતી. આ સ્થળનું અત્યંત પવિત્ર અને ધાર્મિક મહત્વ હોવાથી ભક્તો દર્શનાર્થે ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડે છે.સ્વચ્છતાનો સદંતર અભાવશ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર એવા પવિત્ર કુંડમાં ભારે ગંદકી પણ જોવા મળી હતી. આ એ જ કુંડ છે જેમાં ભક્તો હાથ-પગ ધોઈને પીપળે પાણી રેડવા જાય છે, ત્યાં ભારે માત્રામાં ગંદકી અને કચરાના ઢગલા પડ્યા હતા. આ ઉપરાંત મંદિરના મુખ્ય પટાંગણની બરાબર અંદર પણ ખૂબ બધો કચરો વિખરાયેલો જોવા મળ્યો હતો. આટલી મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવતા હોવા છતાં યોગ્ય સફાઈ વ્યવસ્થા ન હોવાથી અને પવિત્રતા જળવાતી ન હોવાથી ભક્તોની ધાર્મિક લાગણી દુભાઈ હતી.#MorbiUpdate #RafaleshwarMahadev #MorbiNews #ShravanAmas #Morbi #GujaratNews #CleanMorbi