મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસની સારી આવક થઈ છે તો બીજી તરફ જીણી મગફળીની આવક આજે થઈ શકી નથી. કપાસના 1500 રૂપિયા ઉપર ભાવ મળતા ખેડૂતો કપાસ વેચવા માટે યાર્ડમાં આવી રહ્યા છે. આજે 28 નવેમ્બરના રોજ મોરબી માર્કેટિંગ યાર્ડમાં 2376 ક્વિન્ટલ એટલે કે 11880 મણ કપાસની આવક થવા પામી છે. કપાસના સૌથી નીચા ભાવ 1335 અને ઉંચા ભાવ 1521 રહ્યા છે. કપાસ ઉપરાંત ઘઉં, તલ, જાડી મગફળી, જીરું, અડદ, ચણા, બાજરો, રાયડો અને સોયાબીન જેવા પાકોની પણ આવક થઈ છે.મોરબી યાર્ડમાં આજે કપાસ ઉપરાંત ઘઉંની પણ આવક થઈ છે. ઘઉંના સૌથી ઉંચા ભાવ 656 પ્રતિ મણ સુધી બોલાયા છે. તો તલના પણ 2386 જેટલા ઉંચા ભાવ બોલાયા છે. જાડી મગફળીના ભાવ પણ પ્રતિ મણ 1092 સુધી બોલાયા છે. આ તરફ જીરુંના સૌથી ઉંચા ભાવ 4490 જેટલા બોલાયા છે. બાજરાના 602, સોયાબીનના 814, અડદના 1570, ચણાના 1225, રાયડાના 1096 ભાવ બોલાયા છે.આ તરફ શાકભાજીની પણ સારી આવક માર્કેટિંગ યાર્ડમાં થઈ છે. જેમાં લીલા મરચાના પ્રતિ મણ 800 રૂપિયા, રીંગણાના 500 રૂપિયા, કારેલાના 700 રૂપિયા, ગુવારના 1300 રૂપિયા, ભીંડાના 700 રૂપિયા, ટામેટાના 680 રૂપિયા, કોબીજના 500 રૂપિયા, કાકડીના 600 રૂપિયા, લીંબુના 1000 રૂપિયા, દુધીના 200 રૂપિયા અને સુક્કી ડુંગળીના 600 રૂપિયા ભાવ બોલાયા છે.