મોરબી: મોરબીના સામાકાંઠાથી શહેર તરફ આવતા બેઠા પુલના પ્રવેશદ્વાર પાસે આવેલી ભૂગર્ભ ગટરની ખુલ્લી કુંડી છેલ્લા ઘણા દિવસોથી છલકાઈ રહી છે. આ કુંડીનું ઢાંકણું પણ નથી. ગટરનું ગંદુ પાણી રસ્તા પર ફેલાઈને બેઠા પુલ સુધી પહોંચી રહ્યું છે. આ માર્ગ પર હજારો વાહનોની અવરજવર હોવાથી વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા આ કુંડીની સફાઈ કરાવીને તેને યોગ્ય કરવાની લોકમાંગ ઊઠી છે.