મોરબી: વડાપ્રધાન દ્વારા સમગ્ર દેશમાં ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬થી સર્વાઇકલ (ગર્ભાશયના મુખના) કેન્સર વિરોધી HPV વેક્સિનેશનનો શુભારંભ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે મોરબી મહાનગરપાલિકા હેઠળના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે આગામી ૨ માર્ચ ૨૦૨૬થી આ HPV વેક્સિન બિલકુલ વિનામૂલ્યે ઉપલબ્ધ કરવામાં આવશે.મોરબી મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ વેક્સિન હાલમાં ૧૪ વર્ષ પુર્ણ કરેલ હોય અને ૧૫મું વર્ષ ચાલુ હોય તેવી જ કિશોરીઓને આપવામાં આવશે. વેક્સિન મેળવવા માટે કિશોરીએ પોતાનું જન્મ તારીખ દર્શાવતું ઓળખપત્ર તેમજ માતાપિતા અથવા વાલીનું સંમતિપત્રક સાથે લાવવાનું રહેશે.ગર્ભાશયના મુખના કેન્સર જેવા ગંભીર રોગથી બચવા માટે લાયકાત ધરાવતી તમામ કિશોરીઓને આ વેક્સિન અચૂક મુકાવવા અપીલ કરવામાં આવી છે. વધુ માહિતી માટે નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરી શકાશે. આ વેક્સિન નીચે દર્શાવેલા આરોગ્ય કેન્દ્રો પર સવારે ૯:૦૦ થી બપોરે ૨:૦૦ વાગ્યા દરમિયાન મળી રહેશે.ક્યાં મળશે વેક્સિન? (શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની યાદી)ગોકુલનગર: ગોકુલનગર શનાળા બાયપાસ પાસેવીસીપરા: ફૂલછાબ કોલોની, વીસીપરાલીલાપર રોડ: પરષોતમ ચોક, રવાપર રોડસો ઓરડી: જીલ્લા પંચાયત સામે, સો ઓરડીવાવડી રોડ: આશાપુરા પાર્ક, વાવડી રોડ#Morbi #MorbiUpdate #HPVVaccine #CervicalCancer #MorbiMunicipalCorporation #HealthNews #MorbiNews #VaccinationDrive