મોરબી : મોરબી નજીક આવેલા લાલપર ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કિશોરીઓ માટે HPV રસીકરણ કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ લાલપરના સરપંચ રમેશભાઈ વાંસદડીયા, ઉપ સરપંચ રાજુભાઈ જેતપરીયા, તલાટી અને અન્ય આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો.આ કાર્યક્રમમાં મેડિકલ ઓફિસર ડૉ. રાધિકાબેન વડાવિયા અને સુપરવાઈઝર દીપકભાઈ વ્યાસ દ્વારા HPV વેક્સિનના ફાયદાઓ અને જરૂરિયાત વિશે ઉપસ્થિત કિશોરીઓ અને તેમના વાલીઓને વિસ્તૃત માહિતી આપીને આરોગ્યલક્ષી શિક્ષણ પૂરું પાડવામાં આવ્યું હતું. આ તકે ગામના આગેવાનો દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ સ્ટાફને HWC ની ૧૦૦% કામગીરી વહેલામાં વહેલી પૂર્ણ થાય તે માટે સંપૂર્ણ સહકાર પૂરો પાડવામાં આવ્યો હતો.#Morbi #MorbiNews #MorbiUpdate #Lalpar #HPVVaccine #HealthAwareness #PHCLalpar