આમ કોઈ ઉદ્યોગો માટે સીધો ફાયદો નહિ, પણ આડકતરી રીતે ફાયદો થવાનો ઉદ્યોગકારોનો મત : હવે રાજ્ય સરકારના બજેટ ઉપર સૌની મીટમોરબી : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા આજે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટથી મોરબીના ઉદ્યોગોને શુ અસર થશે તે અંગે ઉદ્યોગકારોએ પ્રતિભાવો આપ્યા છે. જેમાં આમ તો મોરબીના ઉદ્યોગકારોને સીધો કોઈ ફાયદો થતો નથી. આડકતરી રીતે આ બજેટ ફાયદો કરશે તેવું ઉદ્યોગકારોનું માનવું છે.આવાસો બનશે એટલે સિરામિક ઉદ્યોગને ફાયદો થશે : સિરામિક એસો.પ્રમુખ હરેશભાઇ બોપલિયામોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ હરેશભાઇ બોપલિયાએ જણાવ્યું કે તમામ વર્ગને ફાયદો કરતુ, અર્થતંત્રને વેગ આપનારુ અને આર્થિક વિકાસને બળ આપનારુ અને ચોમેરથી આવકારદાયિક બજેટ છે. ઇનકમટેક્સમાં 12 લાખ સુધીની આવકને ટેક્સમાંથી મુક્તી આપવામાં આવતા મધ્યમ વર્ગ અને સેલેરી ધારકોને રૂ.80 હજારની બચત થશે. જેથી તેમની ખરીદ શક્તિ વધશે અને જીવન જરુરી વસ્તુની ખરીદીમાં વધારો થતા નાના ઉદ્યોગોની વસ્તુની માંગ વધતા નાના ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે. અને અર્થતંત્ર મજબુત થશે. એમએસએમઇ સેક્ટરમાં નાના ઉદ્યોગને પ્રેત્સાહન આપના માટે લોનમાં વધારો કર્યો છે. જે નાના ઉદ્યોગને હુંફ આપશે અને રોજગારીનુ સર્જન કરશે. સિરામિક ઉદ્યોગને ડાયરેક્ટ લાભ નથી. પરંતુ પીએમ આવાસ યોજનામાં જે મકાન બનવાના છે તેમાં સિરામિક ટાઇલ્સનો વપરાશ થશે અને ટાઇલ્સની માંગ વધશે અને સિરામિકમ ઉદ્યોગને લાભ થશે. મધ્યમવર્ગને ટેક્સમાં જે રાહત અપાઇ છે તે આવકારદાયક : સિરામિક એસો. પ્રમુખ મુકેશભાઈ કુંડારીયામોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયાએ જણાવ્યું કે મધ્યમવર્ગ માટે ટેક્સમાં જે રાહત આપવામાં આવી છે. તે આવકારદાયક છે. વધુમાં શહેરોના વિકાસ માટે અને આવસો બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. જેથી વધુ મકાનો બનશે અને ટાઇલ્સની ડિમાન્ડ વધશે. જેનાથી સિરામિક ઉદ્યોગને ફાયદો થાય તેવી આશા છે. આમ કોઈ સીધો ફાયદો નથી પણ આડકતરી રીતે સિરામિક ઉદ્યોગને ફાયદો જણાઈ રહ્યો છે. મોરબીના ઉદ્યોગો માટે કોઈ સીધી ફાયદારૂપ જાહેરાત નહિ : ચેમ્બર પ્રમુખ જયંતીભાઈ પટેલમોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતીભાઈ પટેલે જણાવ્યું કે બજેટમાં ઇન્કમટેક્સમાં રાહત અને ખેડૂતોને ક્રેડિટ કાર્ડ આપવાની જાહેરાત થઈ છે. તે આવકારદાયક છે. ઉપરાંત આવતા અઠવાડિયામાં નવું ઇન્કમટેક્સ બિલ આવવાનું છે. મોરબીના સિરામિક, પેપરમિલ, પોલિપેક જેવા ઉદ્યોગોની હાલત હાલ ખરાબ છે. તેને સીધી ફાયદો કરે તેવી કોઈ જાહેરાત નથી. હવે રાજ્ય સરકારનું બજેટ આવશે. જેમાં એવી માંગ છે કે ગેસ તથા અન્ય ટેક્સનું ભારણ ભારણ ઘટાડી આ ઉદ્યોગોને ફાયદો મળે તેવી જોગવાઈ કરે. અહીંના ઉદ્યોગો જીડીપીમાં મહત્વનો ફાળો આપે છે જેથી તેના માટે સરકાર ખાસ ફાયદારૂપ જોગવાઈ કરે તેવી આશા છે. ઉપરાંત ઘણા લાંબા સમયથી માંગણી છે કે કચ્છથી લાંબા અંતરની તમામ ટ્રેનો વાયા મોરબીથી દોડાવવામાં આવે. આ માંગણી રેલવેના અથવા રાજ્ય સરકારના બજેટમાં સમાવવામાં આવે તેવી આશા છે.નહિ નફો નહિ નુકસાન જેવું બજેટ : પેપર મિલ એસો. પ્રમુખ શૈલેષભાઇ દેત્રોજાપેપર મિલ એસોસિએશનના પ્રમુખ શૈલેષ દેત્રોજાએ જણાવ્યું કે નહીં નુકસાન નહિ નફા જેવું બજેટ છે. દિલ્હીની પેપર મિલોએ એક બહારથી આવતા પેપર ઉપર ડ્યુટી નાખવાની રજુઆત કરી હતી. પણ તે અંગેની કોઈ જોગવાઈ થઈ નથી. એટલે આમ પેપરમિલ માટે કોઈ ફાયદારૂપ જાહેરાત થઈ નથી અને કોઈ નુકસાન થાય તેવી પણ જોગવાઈ નથી. ટેક્સમાં રાહતથી લોકોની બચત વધશે, જેથી કલોકની ખરીદી વધે તેવી આશા : શશાંકભાઈ દંગીકલોક એસોસિએશનના અગ્રણી શશાંકભાઇ દંગીએ જણાવ્યું કે આ બજેટથી કલોક ઉદ્યોગને સીધી રીતે કોઈ ફાયદો નથી. પણ ઇન્કમ ટેક્સમાં ફેરફાર કર્યો. જેમાં મધ્યમ વર્ગને મોટી રાહત આપવામાં આવી છે. આના કારણે દેશમાં લોકોને ફાયદો થશે. લોકોની બચત વધશે. જેથી ભવિષ્યમાં ગિફ્ટરૂપે ખરીદી વધશે અને કલોક ઉદ્યોગને પ્રોત્સાહન મળશે. તેવી આશા છે.