મોરબી : મોરબીમાં સિરામિક એક્સપોર્ટ કરતા ઉદ્યોગપતિઓ અને વેપારીઓના બોગસ આઇસગેટ એકાઉન્ટ બનાવી સાયબર ગઠિયાઓ સરકાર તરફથી મળતી ક્રેડિડ સહાયના રૂ.1.62 કરોડ હડપ કરી જતા સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. આ સાયબર ફ્રોડ કઈ રીતે આચરવામાં આવ્યું તેને સરળ ભાષામાં સમજીએ. આઇસગેટ શુ છે ?કેન્દ્ર સરકાર દ્વારા વિદેશમાં એક્સપોર્ટ કરતા ઉદ્યોગકારોને ઇમ્પોર્ટ - એક્સપોર્ટ કોડના આધારે વર્ષ દરમિયાન થયેલ ટર્નઓવર ઉપર એક ટકો પ્રોત્સાહન આપવામાં આવે છે.જે રકમ માટે આઇસગેટ એકાઉન્ટ ક્રિએટ કરવાનું હોય છે. જેમાં આઇડી અને પાસવર્ડના આધારે ઉદ્યોગકારો પોતાનું આઇડી ખોલી તેમાંથી જરૂરી વ્યવહારો કરી શકે છે.કઈ રીતે થઈ છેતરપીંડી ?નાશા ઇન્ટરનેશનલના દિપકભાઇ વલમજીભાઇ પાંચોટીયાએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર ભારત સરકાર દ્વારા MEIS સ્કીમ બંધ કરી તેના બદલામાં ગત તા. ૦૧/૦૧/૨૦૨૧ થી ICEGAT E સ્કીમ શરૂ કરેલ છે. જે સ્કીમમાં સરકાર દ્વારા ભારત દેશમાંથી અન્ય દેશો એટલે કે વિદેશમાં એકસપોર્ટ કરવામાં આવે ત્યારે થયેલ વેપારના 1% જેટલી રકમના રોડટેપ લાયસન્સ / કુપન કંપનીને આપવામાં આવે છે. આ માટે દર વર્ષે જે તે કંપની દ્વારા રીન્યુ કરવા માટે ભાગીદારોના નામની IEC (ઇમ્પોર્ટ એકસપોર્ટ કોડ) ઇસ્યુ થતા હોય છે. અમારી પેઢીના રીન્યુઅલ માટે તારીખ ૧૭/૦૪/૨૦૨૩ ના રોજ DGFT (ડાયરેકટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ) ની સાઇટ પર લોગીન કરવાનો પ્રયાસ કરતા લોગીન થયેલ નહી. જેથી DGFT ઓફીસ ખાતે તપાસ કરતા આ પેઢીના જે તે વખતના ચાર ભાગીદારો હતા તેમાં એક ભાગીદાર એટલે કે પાંચમાં ભાગીદાર તરીકે યોગેશભાઇ ઠાકરશીભાઈ પારેજીયાનુ નામ ઉમેરો થયેલ જેઓ ખરેખર આ પેઢીમાં ભાગીદાર ન હતા. સાયબર ગઠિયાઓએ ફેક ઇમેઇલ આઇડી અને ડીઝીટલ સીગ્નેચર જોડી હતી. આઇસગેટમાં લોગીન થઇ જોતા સરકાર તરફથી રોડટેપની રકમ એકાઉન્ટમાં જમા થયેલ હતી. તે રકમની સ્ક્રીપો બનાવી અમારી જાણ બહાર અન્યના આઇસગેટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધેલ હતી. જેથી આ બાબતની સીરામીક ઉદ્યોગ સાથે સંકળાયેલ વેપારીઓ અને ઉદ્યોગપતીઓ સાથે ચર્ચા કરતા બીજા સાથે પણ આવી જ છેતરપીંડી થઈ હોવાનું સામે આવ્યું હતું. કઈ કંપની સાથે કેટલી છેતરપીંડી ?(1)નાશા ઇન્ટરનેશનલ (સીરામીક પ્લાઝા, દુકાન નં. બી-૫૧, પહેલા માળે, ત્રાજપર ) જેના ભાગીદાર દિપકભાઇ વલમજીભાઇ પાંચોટીયા, વિશાલભાઈ મનજીભાઈ મેરજા, તનુજભાઇ જયંતિલાલ કુંડારીયા, આનંદભાઇ દુર્લભજીભાઇ વરસડા તથા રાજેશકુમાર અંબારામભાઈ કૈલા છે. મો. નં. 7457839972ના ઉપયોગથી nasainternational72@gmail.com વાળુ ફેક ઇમેઇલ આઇડી બનાવી આઇસગેટમાં બોગસ ભાગીદારની ડીઝીટલ સીગ્નેચર બનાવી રોડટેપની રકમ રૂ.૧૩, ૭૮, ૩૯૦/-ની ૨૧ સ્ક્રીપો બનાવી અમારી જાણ બહાર અન્યના આઇસગેટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધેલ હતી.(2)નેક્ષોના સીરામીક એલ.એલ.પી. (સરતાનપર રોડ, રાતાવિડા તા.વાકાનેર) જેના ડાયરેકટર તરીકે પીયુશભાઇ ભુપેન્દ્રભાઇ સંતોકી છે. જે કંપનીના ડોકયુમેન્ટોમાં યેનકેન પ્રકારે ચેડા કરી બનાવટી ડોકયુમેન્ટો માફરતે નેક્ષોના કંપનીની બનાવટી ડીઝીટલ સીગ્નેચર બનાવી તેમજ nexonaceramicllp53@gmail.com વાળુ ખોટુ ઇમેઇલ એડ્રેશ બનાવી, મોબાઇલ નંબર 7310649253 વાળાથી આઇસગેટ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરી નેક્ષોના કંપનીના રૂ.૬,૮૪, ૨૮૬/- ની રોડટેપની રકમ જમા થયેલ હોય તે રકમની કુલ - ૩ સ્ક્રીપો બનાવી અન્ય પેઢીમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.(3) નેશા વિટ્રીફાઇડ એલ.એલ.પી. (લાકડધાર માટેલ રોડ, તા.વાકાનેર ) જેના ડાયરેકટર તરીકે કુલદીપ ધીરજલાલ ઉભડીયા છે. જેઓની કંપનીના જી.એસ.ટી.નં.24AAOFN285 5Q1ZJ છે. જે કંપનીના ડોકયુમેન્ટોમાં યેનકેન પ્રકારે ચેડા કરી બનાવટી ડોકયુમેન્ટો માફરતે નેશા વીટ્રીફાઇડ એલ.એલ. પી. કંપનીની બનાવટી ડીઝીટલ સીગ્નેચર બનાવી તેમજ nessavitrifiedllp04@gmail.com વાળુ ખોટુ ઇમેઇલ એડ્રેસ બનાવી, મોબાઇલ નંબર 7417825542થી આઇસગેટ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરી નેશા વીટ્રીફાઇડ એલ.એલ.પી. કંપનીના રૂ.૪૪,૭૪,૦૫૮/- ની રોડટેપની રકમ જમા થયેલ હોય તે રકમની અલગ અલગ સ્ક્રીપો બનાવી અન્ય પેઢીમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.(4) સેફોન સીરામીક એલ.એલ.પી.(પીપળી ગામની સામે, જેતપર રોડ, તા.મોરબી) જેના ડાયરેકટર તરીકે કાળીદાસ જાદવજીભાઇ માકાસણા છે. જેઓની કંપનીના જી.એસ. ટી.નં.24AAMFC9881H1ZZ છે. જે કંપનીના ડોકયુમેન્ટોમાં યેનકેન પ્રકારે ચેડા કરી બનાવટી ડોકયુમેન્ટો માફરતે સે ફોન સીરામીક એલ.એલ.પી. કંપનીની બનાવટી ડીઝીટલ સીગ્નેચર બનાવી તેમજ cefoneceramicllp@gmail. com વાળુ ખોટુ ઇમેઇલ એડ્રેશ બનાવી, મોબાઇલ નંબર 7451072461થી આઇસગેટ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશ ન કરી તારીખ ૦૪/૦૧/૨૦૨૧ થી તારીખ ૨૬/૧૨/૨૦૨૨ દરમ્યાન સેફોન સીરામીક એલ.એલ.પી. કંપનીના રૂ.૨૫ ,૨૧,૮૯૩/- ની રોડટેપની રકમ જમા થયેલ હોય તે રકમની અલગ અલગ સ્ક્રીપો બનાવી અન્ય પેઢી / કંપનીમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.(5) લકઝરીકો સીરામીક એલ.એલ.પી. (ટીંબડી પાટીયા સામે, જેકસ વિટ્રીફાઇડ નજીક, પીપળી ગામ, તા.મોરબી) ખાતે સીરામીક ફેકટરી આવેલ છે જેના ડાયરેકટર તરીકે વિપુલભાઇ ત્રીભોવનભાઇ કગથરા છે. જેઓની કંપનીના જી.એસ.ટી.નં. 24AAHFL3738M1Z0 છે. જે કંપનીના ડોકયુમેન્ટોમાં યેનકેન પ્રકારે ચેડા કરી બનાવટી ડોકયુમેન્ટો માફરતે લકઝરીકો સીરામીક એલ.એલ.પી. કંપનીની બનાવટી ડીઝીટલ સીગ્નેચર બનાવી તેમજ luxuricoceramicllp@gmail. com વાળુ ખોટુ ઇમેઇલ એડ્રેસ બનાવી, મોબાઇલ નંબર 7252854378 વાળાથી આઇસગેટ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરી તારીખ ૨૧/૦૧/૨૦૨૧ થી તારીખ ૨૬/૦૮/૨૦૨૩ દરમ્યાન લકઝરીકો સીરામીક એલ.એલ.પી. કંપનીના રૂા. ૧૨,૩૧,૭૦૪/- ની રોડટેપની રકમ જમા થયેલ હોય તે રકમની અલગ અલગ સ્ક્રીપો બનાવી અન્ય પેઢી / કંપનીમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.(6) વીવાન્ટા સીરામીક પ્રાઇવેટ લીમીટેડ (સર્વે નં.૧૫૨ પૈકી ૧-૨, જેતપર રોડ, બેલા, તા.મોરબી) જેના ડાયરેકટર તરીકે ભાવીનભાઇ કાંતીલાલ છે. જેઓની કંપનીના જી.એસ.ટી.નં.24AADCV4394A1ZJ છે. જે કંપનીના ડોકયુમેન્ટોમાં યેનકેન પ્રકારે ચેડા કરી બનાવટી ડોકયુમેન્ટો માફરતે વીવાન્ટા સીરામીક પ્રાઇવેટ લીમીટેડ કંપનીની બનાવટી ડીઝીટલ સીગ્નેચર બનાવી તેમજ...