પોલીસ ટીમોએ સોની બજાર બંગાળી કારીગરીની સંપૂર્ણ વિગતો મેળવવા તપાસ શરૂ કરી મોરબી : રાજકોટની સોની બજારમાં તાજેતરમાં બંગાળી કારીગરની આડમાં આતંકી પ્રવૃત્તિ કરતા શખ્સોને એટીએસની ટીમે પકડી લીધા બાદ સાવચેતીના ભાગરૂપે આજે મોરબીની સોની બજારમાં આવા કોઈ શંકાસ્પદ લોકો કામ કરે છે કે નહીં તેની તપાસ કરવાં માટે આજે સવારથી મોરબીની સોની બજારમાં પોલીસના ઘાડે ધાડા ઉતરી પડ્યા હતા અને સઘન ચેકિંગ હાથ ધરીને સોની બજારમાં કામ કરતા બંગાળી કારીગરોની સંપૂર્ણપણે વિગતોનું વેરિફિકેશન કરવામાં આવી રહ્યુ છે. મોરબીના નહેરુ ગેઇટ ચોક અંદર આવેલી સોની બજારમાં આજ સવારથી બંગાળી કારીગરોનું ચેકિંગ કરવા માટે પોલીસની મોટી ટીમ મેદાને આવી છે અને મોટા પ્રમાણમાં પોલીસ કાફલાએ સવારથી સોની બજારમાં ચેકિંગ હાથ ધર્યું છે . જેમાં સોની બજારમાં સોની કામ કરતા અને ત્યાંજ રહેતા બંગાળી કારીગરોના સ્વાગમાં કોઈ શંકાસ્પદ શખ્સ ગંભીર હિલચાલ કરી રહ્યો છે કે કેમ તેની પણ સઘન તપાસ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, સોની બજારમાં કામ કરતા આવા બંગાળી કારીગરોનું મોટાભાગે જે તે સોની વેપારીઓ પોલીસમાં રજિસ્ટ્રેશન કરાવતા ન હોવાથી પોલીસે આ તમામ કારીગરોનું રજિસ્ટ્રેશન કરવા, બંગાળી એને બહારથી આવેલા સોનાના દાગીનાના કારીગરોના ડોક્યુમેન્ટ ફરિજયાત રાખવા અને સીસીટીવી કેમેરા ખાસ ચાલુ રાખવા બહાર રાજયથી આવેલા કારીગરો ચોરી કરી ને ભાગી ન જાય એ માટે મોટા ભાગના દસ્તાવેજો જેતે દુકાનદારને રાખવાની સૂચના આપીને પોલીસે બંગાળી કારીગરોની સંપૂર્ણપણે વિગતો ચકાસણી કરી રહી છે મોરબીની સોની બજારમાં બંગાળી કારીગરો અંગે આ ચેકિંગ સવારથી ચાલુ થયું હોય આખો દિવસ ચાલવાનું હોય જેની સમગ્ર ચેકિંગની વિગતો કામગીરી પૂર્ણ થયા બાદ જાહેર કરાશે એવું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.