10 મુદ્દાઓના વિકલ્પ પસંદ કરી નાગરિકો પાસે ફીડબેક મંગાવતી સરકારમોરબી : આપના વિસ્તારમાં કેવી સ્વચ્છતા છે ? સ્વચ્છતા સર્વેક્ષણમાં મોરબીવાસીઓ પોતાનો ફીડબેક આપી શકશે. જેના આધારે સરકાર દ્વારા અસરકારક પગલાં પણ લેવામાં આવશે. ભારત સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત તમામ શહેરોમાં સ્વચ્છતાની કામગીરી કેવી થઈ રહી છે તેનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જેમાં મોરબીવાસીઓ sbmurban.org/feedback ઉપર ક્લિક કરી પોતાનો ફીડબેક આપી શકે છે. આમાં 10 મુદ્દાઓમાં વિકલ્પો આપવામાં આવ્યા છે. તેમાં જે તે વિકલ્પ પસંદ કરી ફીડબેક આપી શકાશે. વધુમાં વધુ મોરબીવાસીઓને પોતાનો ફીડબેક આપવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.