આખી ચૂંટણી પ્રક્રિયા ખોટી, અનિયમિત અથવા બેદરકારીભરી ગણતરીના કારણે રદ કરવામાં આવી શકે છે: મતગણતરીએ ચૂંટણી પ્રક્રિયાના અત્યંત મહત્વપૂર્ણ તબક્કો ગણાય છે(સંકલન : માહિતી બ્યુરો,મોરબી)મોરબી : આખી ચૂંટણી પ્રક્રિયા ખોટી, અનિયમિત અથવા બેદરકારીભરી ગણતરીના કારણે રદ થઇ શકે છે. તેથી મતગણતરી, એ ચૂંટણી પ્રક્રિયાના સૌથી મહત્વપૂર્ણ તબક્કાઓમાંનો એક તબક્કો છે. ચૂંટણી આચાર સંહિતાના નિયમો મુજબ મતગણતરી, કોઇ પણ અંતરાલ વિના સતત ચાલુ રાખવામાં આવે છે. મતગણતરીના દિન પહેલા, અને મતગણતરીના દિને, અમુક ચોક્કસ પ્રકારની સિસ્ટમ મુજબ કામગીરી કરવામાં આવે છે.મતગણતરીના એક અઠવાડીયા પહેલાની તૈયારીમતગણતરીના ઓછામાં ઓછા ૧ અઠવાડીયા પહેલા મતગણતરીના દિનની આનુસાંગિક તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. જેમાં મતગણતરી કરનાર સ્ટાફની તાલીમ, કાઉન્ટીંગ હોલની તૈયારીઓ, તથા ઉમેદવારોને કાઉન્ટીંગ હોલમાં કાઉન્ટીંગ ટેબલની ગોઠવણ અંગે લેખીતમાં જાણકારી આપવા સહિત, મતગણતરી માટે જરૂરી સાધન સામગ્રી, અને પુરતી વ્યવસ્થાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે.કાઉન્ટીંગ હોલમાં ચૂંટણીના સ્ટાફ સિવાય કોઇને પ્રવેશ આપવામાં નથી આપતો. કાઉન્ટીંગ સ્થળ ઉપર પણ અમુક ખાસ કર્મચારીઓ/અધિકારીઓ, અને આવશ્યક સેવાઓના કાર્ડ ધરાવતા નાગરિકો તથા ચૂંટણી પંચના ગાઇડ લાઈન મુજબના પત્રકાર મિત્રો તથા દૂરદર્શન અને માહિતી ખાતાના કર્મચારીઓ જ ઉપસ્થિત રહી શકે છે.જે રીતે મતદાનના દિવસ માટે પ્રિસાઇડીંગ ઓફિસર, આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસરની નિમણૂંક કરવામાં આવે છે, તે પ્રમાણ્રે મતગણતરીના દિવસ માટે કાઉન્ટીંગ ઓફિસર, આસિસ્ટન્ટ કાઉન્ટીંગ ઓફિસર અને સીયુ અને વીવીપેટને સ્ટ્રોંગ રૂમમાંથી લાવવા લઇ જવા માટે પણ ચોક્કસ કર્મચારીઓની નિમણૂંક કરી, તેઓને યોગ્ય તાલીમ આપવામાં આવે છે. એક માઇક્રો ઓબ્ઝર્વર ગણતરી જોવા માટે અને એક ડેટા એન્ટ્રીની ચકાસણી માટે નિમવામાં આવે છે. યોગ્ય તાલીમના કારણે સૌ કોઇ પોતાને સોંપવામાં આવેલ કામગીરીં અંગે પહેલાથી જ માહિતગાર હોય, અને સરળતાથી પોતાનું કામ પુરુ કરી શકે છે. તાલીમ દરમિયાન કાઉન્ટીંગ હોલના લેઆઉટ અને મતોની ગણતરી માટેના ટેબલની સ્પષ્ટ સમજ દરેકને આપવામાં આવે છે. મતગણતરીની પ્રક્રિયામાં સામાન્ય રીતે ૭ થી ૮ કલાક લાગતા હોય છે. જેથી મતદાનની પ્રક્રિયાની જેમ અહિં પણ સ્ટાફનું રેન્ડમાઇઝેશન કરવામાં આવે છે. મતગણતરીના સ્ટાફનું ત્રણ વખત રેન્ડમાઇઝેશન કરવામાં આવે છે.મતગણતરી સ્ટાફનું પહેલું રેન્ડમાઈઝેશન એક અઠવાડિયા પહેલા, બીજું રેન્ડમાઈઝેશન મતગણતરીના ૨૪ કલાક પહેલા, અને ત્રીજું રેન્ડમાઈઝેશન મતગણતરીના દિવસે વહેલી સવારે પાંચ વાગ્યે ઑબ્ઝર્વર્સની હાજરીમાં કરવામાં આવે છે.મતગણતરીના અગાઉના દિનની પ્રક્રિયારાઉન્ડ સેટ અપ-અકાઉન્ટ સેટ અપ-ટેબલ અસાઇન્મેન્ટ મતગણતરી માટે રાઉન્ડ નક્કિ કરવા માટે જરૂરી સુરક્ષાને ધ્યાને લઇ મશીનોની સંખ્યા, રૂમનું કદ, સ્પર્ધક ઉમેદવારની સંખ્યા, કાઉન્ટીંગ એજન્ટસ, અને કાઉન્ટીંગ કર્મચારીઓની સંખ્યાના આધારે રાઉન્ડ નક્કિ કરવામાં આવે છે. દરેક કાઉન્ટીંગ હોલ માટે સીયુમાં મતોની ગણતરી માટે ઓછામાં ઓછા ૭, અને વધુમાં વધુ ૧૪ કાઉન્ટીંગ ટેબલ રાખવામાં આવે છે. આ ઉપરાંત પોસ્ટલ બેલેટ માટે અલગ ટેબલની વ્યવસ્થા કરવામાં આવે છે.મતગણતરીના ઓછામાં ઓછા ૩ દિવસ પહેલા કાઉન્ટીંગ હોલ જરૂરી આનુશાંગિક વ્યવસ્થા જેવી કે, પર્યાપ્ત પાર્કીંગ, ખુલ્લી જગ્યા, અગ્નિશામક, ઇન્ટરનેટ કનેક્ટીવીટી, પીવાનું પાણી, ભોજન, તાજગી, શૌચાલય, પાવર બેકઅપ, અવિરત વીજ પુરવઠો અને અન્ય માળખાકિય સુવિધાઓ સાથે સજ્જ કરવામાં આવે છે.ઓબઝર્વર અને આરઓ, એઆરઓના ટેબલોની સાથે એક મુખ્ય ટેબલ, બધાથી અલગ સિમાંકન સાથે તૈયાર કરવામાં આવે છે. જ્યાં દરેક ટેબલમાંથી ડેટાની ગણતરી અને સંકલન દરેક રાઉન્ડના અંતે પરિણામનું સંકલન કરવામાં આવે છે.મતગણતરીના દિનની પ્રક્રિયામતગણતરીના દિને સવારે ૮ વાગ્યાથી ગણતરી શરૂ કરી દેવામાં આવે છે. જેના માટે વહેલી સવારથી જ ચૂંટણી સ્ટાફ કેમ્પસમા પ્રવેશ મેળવવાનું શરૂ કરી દે છે. જેના માટે સૌ પ્રથમ ત્રી સ્તરીય ચકાસણીમાથી સૌએ પસાર થવાંનું હોય છે.ત્રી સ્તરીય ચકાસણી:પહેલા સ્તરમાં મતગણતરી પરિસરની ૧૦૦ મીટરની અંદર અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ ઉપર પ્રતિબંધ હોય છે. કેમ્પસમાં ગેટ બનાવવામાં આવે છે. એન્ટ્રી ગેટ ઉપર સ્થાનિક પોલીસ દ્વારા ઉમેદવાર, ગણતરી એજન્ટો, સ્ટાફ, મીડિયાકર્મીઓને પ્રવેશ પહેલા જરૂરી સંપુર્ણ ચકાસણી કરવામાં આવે છે. બીજા સ્તર રાજ્યના પોલીસ કર્મચારીઓનું હોય છે. જેઓ દ્વારા પ્રવેશ મેળવતા સ્ટાફના આઇ કાર્ડ સહિત પ્રતિબંધિત વસ્તુઓની પણ ખાસ ચકાસણી કરવામાં આવે છે. ત્રીજા સ્તરમાં આર્મ્ડ પોલીસ કાઉન્ટીંગ હોલના દરવાજા પાસે હોય છે. જે આવશ્યક્ સેવાકર્મીઓ સિવાય કોઇને કાઉન્ટીંગ ટેબલ પાસે પ્રવેશ મેળવવા દેતા નથી.મતગણતરી શરૂ કેવી રીતે થાય?મતગણરી પરિસરમાં પ્રવેશ બાદ કાઉન્ટીંગ હોલમાં ચૂંટણી સ્ટાફ પોતાને આપેલ ટેબલ ખાતે પહોચી જાય છે. ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારી, ઉમેદવાર કે તેમના અધિકૃત પ્રતિનિધિઓ તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા નિમણૂંક પામેલા ઑબ્ઝર્વર્સની હાજરીમાં સ્ટ્રોંગરૂમ ખોલવામાં આવે છે. ત્યાર બાદ EVM રાઉન્ડવાઈઝ બહાર કાઢી, કાઉન્ટીંગ હૉલમાં લાવવામાં આવે છે, અને સવારે આઠ વાગ્યે પોસ્ટલ બેલેટ તથા EVM ના મતોની ગણતરીનો પ્રારંભ કરવામાં આવે છે.પોસ્ટલ બેલેટ અને ઇટીપીબી (ઇકેટ્રોનિકલી ટ્રાન્સમીટેડ પોસ્ટલ બેલેટ પેપર્સ) ની ગણતરીથી મતગણતરી શરૂ કરવામાં આવે છે. તેના માટે આર.ઓ.ના ટેબલ ઉપર ગણતરી કરવાની વ્યવસ્થા કરવામાં આવે છે. પોસ્ટલ બેલેટ બાદ ૩૦ મીનીટ પછી રાઉન્ડ પ્રમાણે મશીનોના મતની ગણતરીનો પ્રારંભ કરવામાં આવે છે.રાઉન્ડ પ્રમાણે ઇવીએમ મશીનોને કાઉન્ટીંગ ટેબલ ઉપર લાવ્યા બાદ, ઇવીએમના કંટ્રોલ યુનિટનું વિતરણ મતદાન મથકોના સીરીયલ ક્રમ અનુસાર જ કરવામાં આવે છે. ધારો કે પ્રથમ રાઉન્ડની શરૂઆત થઇ છે તો, નિરીક્ષક દ્વારા પ્રથમ રાઉન્ડના પરિણામને પ્રમાણિત કર્યા પછી, અને રિટર્નિંગ ઓફિસર દ્વારા તે ચોક્કસ રાઉન્ડના પરિણામની ઘોષણા કર્યા પછી રાઉન્ડ મુજબના પરિણામો બોર્ડ/ટીવી પર લખવા/પ્રદર્શિત કરવામાં આવે છે. આ કવાયત પૂર્ણ થયા પછી જ બીજા રાઉન્ડ...