મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત AHP ઘટકના ખાલી પડેલા 24 આવાસોનું વેઈટીંગ લીસ્ટ ઓપરેટ કરવા મોરબી મહાનગરપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે 30 એપ્રિલના રોજ 10-30 થી 5 વાગ્યા સુધી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વેઈટીંગ લિસ્ટ પૈકીના 50 લાભાર્થીઓ પૈકી 30 લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 12 લાભાર્થીઓ નિયત કરેલ ડોક્યુમેન્ટ જમા કરાવ્યા હતા. આ લાભાર્થીઓના દસ્તાવેજની ચકાસણી કરી લાભાર્થીનો ફાળો ભરાવી કામધેનું પ્રધાનમંત્રી આવાસ યોજનાના બિલ્ડીંગમાં આવાસો ટૂંક સમયમાં ફાળવવામાં આવશે. વેઈટીંગ લિસ્ટ મુજબ બાકી રેહતા લાભાર્થીઓને મોરબી મહાનગરપાલિકા કચેરીના આવાસ વિભાગનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.