પ્રજાજનોને દવા મેળવવામાં મુશ્કેલી પડે તો ખોરાક અને ઔષધિ વિભાગનો સંપર્ક કરી શકશેમોરબી : ઓનલાઈન દવાના ઈ - ફાર્મસી અને કોર્પોરેટ દવા કંપનીઓની નિતીના વિરોધમાં આજે મેડિકલ સ્ટોર સંચાલકોની રાષ્ટ્રવ્યાપી હડતાળ પાડવામાં આવી છે ત્યારે મોરબી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જાહેર જનતાને મુશ્કેલી ન પડે તે માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જે અન્વયે તમામ હોસ્પિટલ સંલગ્ન મેડિકલ સ્ટોર ખુલ્લા રહેનાર હોવાનું તેમજ જન ઔષધિ કેન્દ્રો પણ ખુલ્લા રહેનાર હોવાનું જાહેર કર્યું છે. છતાં પણ દવા મેળવવામાં તકલીફ પડે તો ખોરાક અને ઔષધિ નિયમન કચેરી મોરબી, જિલ્લા સેવાસદન ખાતે સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.