આઈ ખેડૂત પોર્ટલ પર ૩૦મી સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે મોરબી : મોરબી જિલ્લાના બાગાયતી ખેતી કરતા ખેડૂતોને ટ્રેલીઝ/ મંડપ પધ્ધતિથી શાકભાજીની ખેતી માટે સરકારના બાગાયત ખાતા દ્વારા નિયમોનુસાર વેલાવાળા શાકભાજી જેવા કે ટામેટા, ૫રવળ, દૂધી, કારેલા, ગલકા, તુરીયા, કંકોડા, ટીંડોળા, મરચા વગેરે પાકોને ટેકો આ૫વા પાકા સિમેન્ટના અને લોખંડના ટેકા ઊભા કરી ગેલ્વેનાઈઝ વાયર/પ્લાસ્ટીક વાયરનો ઉપયોગ કરી પાકા સ્ટ્રકચર બનાવે તો પ્રતિ હેક્ટર અંદાજીત ૧,૬૦,૦૦૦/- ખર્ચના ૫૦ % અથવા મહત્તમ રૂ. ૮૦,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે તથા બોર્ડર ઉપર સીમેન્ટ/લોખંડના ટેકા તથા વચ્ચે લાકડા/વાંસના ટેકા ઊભા કરી ગેલ્વેનાઈઝ વાયર/પ્લાસ્ટીક વાયરનો ઉપયોગ કરી અર્ધ પાકા મંડપ બનાવે તો પ્રતિ હેક્ટર અંદાજીત ૮૦,૦૦૦/- ખર્ચના ૫૦ % અથવા મહત્તમ રૂ. ૪૦,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે અને લાકડા/વાંસના ટેકા ઊભા કરી ગેલ્વેનાઈઝ વાયર/પ્લાસ્ટીક વાયરનો ઉપયોગ કરી કાચા મંડપ માટે પ્રતિ હેક્ટર ૫૨,૦૦૦/- ખર્ચના ૫૦ % અથવા મહત્તમ રૂ. ૨૬,૦૦૦/- બે માંથી જે ઓછુ હોય તે સહાય આપી શકાશે. આ માટે જિલ્લાના બાગાયતી ખેડૂતોએ તા.૩૦/૦૯/૨૦૨૧ સુધીમાં https://ikhedut.gujarat.gov.in ઉપર બાગાયતી યોજનાઓનાં ક્રમ નંબર:- ૨,૭,૩૩ ઉપર અરજી કરી, અરજીની પ્રિન્ટ નકલ સાથે સાધનીક કાગળ જેવા કે નવા ૭-૧૨, ૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબુક નકલ અને રદ કરેલ ચેક, બાગાયત વાવેતર અંગેનો તલાટી મંત્રીનો દાખલો વગેરે સાથે રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકની કચેરી, ૨૨૬-૨૨૭-તાલુકા સેવા સદન, લાલબાગ પર સમય મર્યાદામાં રજૂ કરવા તેમજ વધુ વિગતો માટે ફોન નં:-૦૨૮૨૨-૨૪૧૨૪૦ ઉપર સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામકની યાદીમાં જણાવેલ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..