મોરબી : બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે સરકારની વિવિધ સહાયલક્ષી યોજનાનો લાભ મળી શકે તે માટે આજથી આઈ-ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઇન અરજી કરી શકાશે. સરકારના બાગાયત ખાતાની જુદી-જુદી સહાયલક્ષી યોજનાઓ જેવી કે ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા, અર્ધપાકા મંડપ, પાકા મંડપ, કાચા મંડપ, પ્લાસ્ટીક મલ્ચીંગ, પાવર ટીલર, છુટા ફુલો, ટીસ્યુ કેળ, પપૈયા, ફળપાક વાવેતર, ટીસ્યુકલ્ચર ખારેક વાવેતર, ઔષધીય સુગંધીત પાકોના વાવેતર તથા ડિસ્ટીલેશન યુનીટ,દેવીપુજક ખેડુતો માટે તરબુચ/ટેટીના બિયારણ, નેટ હાઉસ, ટ્રેકટર માઉન્ટેડ સ્પ્રેયર, સ્વયં સંચાલીત બાગાયત મશીનરી, કોલ્ડ ચેઇન મેનેજમેન્ટના કાર્યક્રમો, બાગાયત પેદાશોના પેકેજીંગ મટેરીયલ વગેરે ખેડુતો માટે ઉપલબ્ધ યોજનાઓનો લાભ લેવા માટે આઇ-ખેડુત પોર્ટલ તા.૧૫/૦૯/૨૦૨૧ થી તા. ૩૦/૦૯/૨૦૨૧ સુધી તેમજ પ્રોજેક્ટ બેઝ તેમજ બહુવર્ષાયુ ફળઝાડના ઘટકો માટે તા.૩૧/૧૨/૨૦૨૧ સુધી આઈ-ખેડુત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવે છે. બાગાયતદારોને ઉપરોક્ત ઘટકોમાં સહાય લેવા માટે http://ikhedut.gujarat.gov.in પર અરજી કરી અરજીની પ્રિન્ટ નકલ સાથે સાધનીક કાગળ જેવા કે નવા ૭-૧૨, ૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબુક નકલ અને રદ કરેલ ચેક, જાતિનું પ્રમાણપ્રત્ર (અનુ. જાતિ), વિગેરે સાથે રૂબરૂ કે ટપાલથી નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ૨૨૬-૨૨૭ - તાલુકા સેવા સદન, લાલબાગ (ફોન નં:-૦૨૮૨૨-૨૪૧૨૪૦), મોરબીના સરનામે રજૂ કરવા નાયબ બાગાયત નિયામક મોરબી દ્વારા જણાવવામાં આવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..