મોરબી : મોરબી જીલ્લાના ચાલુ નાંણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે બાગાયત ખાતા દ્વ્રારા ચાલતી યોજનાઓના વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર બાગાયતદાર ખેડૂતોએ ઓનલાઇન અરજી કરેલ હોય પરંતુ તેઓએ ઓનલાઇન અરજી સાથે જરૂરી સાધનીક કાગળો નાયબ બાગાયત નિયામક કચેરીમાં રજુ કરેલ ન હોઇ તેવા તમામ બાગાયતદાર ખેડૂતો સહાય યોજનાઓથી વંચિત રહી ના જાય તે હેતુથી ઓનલાઇન અરજીપત્રક સાથે નવા ૭-૧૨,૮-અ, આધારકાર્ડ નકલ, બેંક પાસબૂક નકલ અને રદ કરેલ ચેક, જાતિનું પ્રમાણપ્રત્ર(અનુ.જાતિ) જેવા સાધનિક કાગળો દીન-૫ માં નાયબ બાગાયત નિયામકની કચેરી,રૂમ નં ૨૨૬-૨૨૭-તાલુકા સેવા સદન, લાલબાગ (ફોન નં:-૦૨૮૨૨-૨૪૧૨૪૦), મોરબીના સરનામે અચુક રજૂ કરવા નાયબ બાગાયત નિયામક મોરબી દ્વારા જણાવવામાં આવેલ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..