આર્યભટ્ટ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા નવયુગ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે સન્માન સમારોહ યોજાયો મોરબી : ભારતના ખ્યાતનામ ખગોળ વૈજ્ઞાનિક અને ઇન્ડિયન પ્લેનેટોરિયમ સોસાયટીના અધ્યક્ષ ડો. જે. જે. રાવલ દ્વારા નવયુગ શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજરાત સરકાર તેમજ આર્યભટ્ટ વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજીના વિવિધ સાયન્સ પ્રોજેકટ તેમજ રૂરલ આઈ.ટી. કવિઝ માં રાજ્ય લેવલે સિલેક્ટ થયેલા વિદ્યાર્થીઓ માટે સન્માન સમારોહ યોજાયેલ હતો. જેમાં નવયુગ સંકુલના ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને ભારતના ખ્યાતનામ ખગોળ વૈજ્ઞાનિક જે. જે. રાવલ દ્વારા સન્માનિત કરાયેલ હતા. આ સિદ્ધિ બદલ નવયુગ સંકુલના પ્રમુખ કાંજીયાભાઈની પ્રેરણા અને આચાર્ય રાવલભાઈના માર્ગદર્શન થકી શાળાના વિજ્ઞાન અને આઈ.ટી. નિષ્ણાત શિક્ષકો કાંજીયા પ્રયાગ અને ડાંગરભાઈની મહેનત બદલ નવયુગ પરિવાર તેમને ખુબ ખૂબ શુભેચ્છા પાઠવેલ છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..