પરશુરામ ધામ ટ્રસ્ટ આયોજિત કાર્યક્રમમાં સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા મોરબી : પરશુરામ ધામ ટ્રસ્ટ દ્વારા પરશુરામધામ નવલખી રોડ ખાતે સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પરિવારના નવનિયુક્ત હોદ્દેદારોનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પરિવારના પ્રમુખ ચેતનાબેન જોશી, પ્રવિણાબેન, અલ્કાબેન, નિશાબેન, પ્રજ્ઞાબેન, દર્શનાબેન સહિતના હોદ્દેદારોનું સન્માન અગ્રણી મહિલાઓના હાથે કરવામાં આવ્યું હતુ. આ અવસરે પરશુરામ ધામના પ્રમુખ ભૂપતભાઈ પંડ્યા, સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદી, જીલ્લા બ્રહ્મસમાજના મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ, યુવક મંડળ ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્રભાઇ મહેતા, પરશુરામ યુવા ગૃપના પ્રમુખ અતુલભાઈ જોષી, અગ્રણી ડો બી. કે. લહેરુ સાહેબ, નિલાબેન પંડિત, ગીતાબેન ત્રિવેદી, સોનલબેન મહેતા દક્ષાબેન મહેતા તેમજ બ્રહ્મ સમાજ મહિલા મંડળના બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભુપતભાઈ પંડ્યાએ બહેનોને તમામ પ્રકારના સહકારની ખાત્રી આપી હતી તથા રવીન્દ્રભાઈ, અતુલભાઈ, ડો. લહેરુ તથા નિલાબેને નવનિયુક્ત ટીમને શુભેચ્છાઓ આપી મહિલાઓના સમાજમાં યોગદાનને બિરદવ્યું હતુ. કાર્યક્રમ બાદ યોજાયેલા મહાપ્રસાદના દાતા તરીકે સોનલબેન હરેશભાઈ મહેતાએ અનુદાન આપી બહેનોને શુભકામનાઓ પાઠવી હતી.