મોરબી: પરશુરામ ધામ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં ભાજપ દ્વારા લીગલ સેલમાં લીગલ એડવાઈઝર તરીકે નિયુક્તિ પામેલા વકીલોનું સન્માન કરવામાં આવ્યું હતુ. ભારતીય જનતા પાર્ટી દ્વારા લીગલ સેલમાં લીગલ એડવાઇઝર તરીકે મોરબીના વિદ્વાન વકીલ નીતિનકુમાર એ. પંડીયા, મનીષભાઇ જોષી, નિસિથભાઈ પંડયા, હળવદ તાલુકાના વકીલ હરેશભાઇ મહેતા, માળિયા તાલુકાના વકીલ સંજયભાઈ જોષી તથા પ્રકાશભાઈ વ્યાસની નિમણુંક થતા પરશુરામ ધામ ટ્રસ્ટ દ્વારા ઉપરોક્ત વકીલોનું તાજેતરમાં સન્માન કરવામાં આવ્યું હતું. આ માટે પરશુરામ ધામ ટ્રસ્ટના પ્રમુખ ભુપતભાઇ પંડયા, નિલેશભાઈ જોષી, નીરવ દિલીપભાઈ ભટ્ટ, દિલીપભાઈ ભટ્ટ, જયદીપભાઈ ઠાકર, સીનીયર એડવોકેટે જગદીશભાઈ ઓઝા, યુવાવકીલ દેવ કૈલાષભાઈ જોષી, જગદીશભાઈ દવે, સુરેશભાઈ જોષી વગેરે તથા અન્ય અગ્રણીઓ હાજર રહયા હતા. આ કાર્યક્રમનું સંચાલન એડવોકેટ જગદીશભાઈ ઓઝાએ કર્યું હતું.