મોરબીની સરકારી કર્મચારી સોસાયટી દ્વારા ડો.જયંતીભાઈ ભાડેશિયા અને તેમના ધર્મપત્નીનું સ્વાગત-સન્માનમોરબી : મોરબીની સરકારી કર્મચારી સોસાયટીના સભ્યો દ્વારા અયોધ્યા રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં હાજરી આપનાર દંપતીનું સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું.ગત તા.22ના રોજ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર તથા શ્રી રામલલ્લાના પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમા મોરબી જીલ્લામાંથી મોરબીની નવા બસસ્ટેશન સામે આવેલ સરકારી કર્મચારી સોસાયટીના કારોબારી સભ્ય તથા આરએસએસના પશ્ચિમ ક્ષેત્રના સરસંઘચાલક ડો. જયંતિભાઈ ભાડેસિયા તેમજ તેમના ધર્મપત્નીને આમંત્રણ મળતાં તેઓ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. બાદ ભાડેશીયા દંપતી મોરબી પરત આવી જતા તા.25ના રોજ સરકારી કર્મચારી સોસાયટીના તમામ સભ્યો સપરિવાર હાજર રહી સોસાયટીના સભ્યો વતી પ્રમુખ રોહિતભાઈ કંઝારીયા તથા મંત્રી પ્રધ્યુમનસિંહ ઝાલાએ શાલ ઓઢાડી તેમજ હારતોરા કરી સ્વાગત કર્યું હતું.સ્વાગત વિધિ પૂર્ણ થયા બાદ ડો. ભાડેસિયાએ ભૂતકાળમા રામમંદિરના મોગલ બાદશાહ બાબરે કરેલ ધ્વંસથી લઈ તાજેતરમાં જે પુન:પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યાં સુધી બનેલ તમામ હકિકતો જણાવી તેમજ આજથી 31 વર્ષ પહેલાં બાબરી મસ્જીદના ઢાંચાના ધ્વંસ વખતે થયેલી કાર સેવામાં તેમણે કાર સેવક તરીકે ભાગ લીધેલ તે વખતની ઘટનાઓને પણ વર્ણવી હતી. આ ઉપરાંત હાલ થયેલ પુન: પ્રતિષ્ઠાના કાર્યક્રમનુ પણ રસપ્રદ વર્ણન કર્યું હતું. ત્યારબાદ સૌએ મીઠાં મોં કરી સ્વાગત કાર્યક્રમ પૂર્ણ કર્યો હ