પોલીસ કર્મચારીઓનું ફરજમાં ઉત્કૃષ્ઠ કામગીરી અને તેમના સંતાનોનું શિક્ષણમાં પ્રગતિ બદલ સન્માન કરાયું મોરબી : મોરબીમા જિલ્લા પોલીસ પોલીસ કર્મચારીઓના સંતાનો તેમજ પોલીસ કર્મચારીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં પોલીસ અધિકારી-કર્મચારીઓનું ફરજમાં ઉત્કૃષ્ઠ કામગીરી અને તેમના સંતાનોનું શિક્ષણમાં પ્રગતિ બદલ સન્માન કરાયું હતું. આજે મોરબી એસપી સુબોધ ઓડેદરાની અધ્યક્ષતામાં પોલીસ અધિક્ષકની કચેરી ખાતે જીલ્લા ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં ડીવાયએસપી એમ.આઇ.પઠાણ, રાધિકા ભારાઇ સાહેબ તથા એસ.સી. એસ.ટી. સેલના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય ઉપરાંત મોરબી જિલ્લાના તમામ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ ક્રાઇમ કોન્ફરન્સમાં મોરબી જિલ્લામાં ફરજ બજાવતાં પોલીસ અધિકારી અને કર્મચારીના સંતાનો કે જેઓએ અભ્યાસ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરેલ હોય તેઓનું જિલ્લા પોલીસ તરફથી પ્રશંસાપત્ર આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને પણ પ્રશંસનીય કામગીરી કરવા બદલ પ્રશંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ક્રાઇમ કોન્ફરન્સમાં પોલીસ અધિકારી અને કર્મયારીના સંતાનો તથા પોલીસ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં આશાબેન રાવતભાઇ લોખીલને બી.એડ ફાઇનલ સેમેસ્ટરમાં ૬૨૫ ગુણમાંથી ૬૧૮ ગુણ પ્રાપ્ત કરી ૯૮.૮૮% મેળવવા બદલ, રાવતભાઇ લોખીલ, એ.એસ.આઇ.,બીલ્ડીંગ જમાદાર, એસ.પી. કચેરી, રાધિકા પ્રવિણભાઇ પટેલ, ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૬૦૦ માંથી ૫૩૫ ગુણ પ્રાપ્ત કરી ૯૪.૫૯ પર્સેન્ટાઇલ મેળવવાં બદલ, પી.ડી.પટેલ, પો.સબ.ઇન્સ., કોમ્પ્યુટર સેલ, એસ.પી. કચેરી, લક્ષ્મીબેન રામજીભાઇ ધરજીયા, પો.હેડ.કોન્સ., જનકસિંહ જયરાજસિંહ જાડેજા, પો.કોન્સ., પ્રફુલભાઇ કરશનભાઇ પરમાર, પો.કોન્સ. એ પોતાની કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર-નેત્રમ ખાતેની ફરજ દરમ્યાન કેમેરા મોનીટરીંગ દરમ્યાન મોરબી શહેરના કબ્રસ્તાન ચોકમાં બે બાઇક ચાલકો જોખમી સ્ટંટ કરી રહ્યા હોય, જે જોતા આ બાઇક ચાલકોને વિરુદ્ધમાં તાત્કાલિક કાર્યવાહી કરાવવાં બદલ તેમજ વિજયભાઇ મુમાભાઇ ગોલતર, પો.કોન્સ., સાગરભાઇ કિરીટભાઇ કંઝારીયા, પો.કોન્સ., વાળાઓએ પોતાની કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર-નેત્રમ ખાતેની ફરજ દરમ્યાન લાતી પ્લોટ શેરી નં-૧૧ માં બનેલ મર્ડરના ગુન્હામાં કેમેરા ફુટેઝ ચકાસી, આરોપીઓની ઓળખ કરાવવામાં મદદરૂપ થયેલ જે બદલ અને આશીફભાઇ રહિમભાઇ ચાણક્ય, પો.કોન્સ તથા અઝરૂદિન જુમાભાઇ ભટ્ટી, ગ્રામરક્ષક દળ, મોરબી સીટી એ ડીવીઝન પો.સ્ટે. વાળાઓએ લાતી પ્લોટ શેરી નં-૧૧ માં બનેલ મર્ડરના ગુન્હામાં ગણતરીના કલાકોમાં નાશી જનાર આરોપીઓને પકડી પાડવામાં મહત્વની ફરજ અદા કરેલ હોય જે બદલ, જીગર કમલેશભાઇ વડગામા, માનદ અધિકારી, ગ્રામરક્ષક દળ, મોરબી તાલુકાએ ખાખી કપડાં પહેરી પોલીસનો સ્વાંગ રચી અલગ-અલગ વિસ્તારમાં પૈસા ઉઘરાવતાં ઇસમોને પકડી પાડી પોલીસ કાર્યવાહીમાં મદદરૂપ થવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..