મોરબી : મોરબી જિલ્લા પાટીદાર અધિકારી કર્મચારી પરિવાર દ્વારા આજરોજ પાટીદાર કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લા અધિકારી કર્મચારી પરિવાર દ્વારા ભરતભાઈ વિડજા અને નિલેશભાઈ રાણીપાને શિક્ષણ વિભાગ દ્વારા અનુક્રમે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારીનો ચાર્જ સોંપાતા તેમજ મોરબી સીટી મામલતદાર તરીકે પી.એમ.સરડવાને પ્રમોશન મળતા આ ત્રણેય પાટીદાર રત્નોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે તમામ આગેવાનોએ પાટીદાર રત્નોને અભિનંદન સહ શુભેચ્છા પાઠવી હતી.