મોરબી : મોરબી પરશુરામ ધામ ટ્રસ્ટ દ્વારા શનિવારે રાજ્યમંત્રી - ધારાસભ્યનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો છે. મોરબી પરશુરામ ધામ ટ્રસ્ટ દ્વારા ગુજરાત સરકારમાં મંત્રી તરીકે બ્રિજેશભાઈ મેરજાને સ્થાન મળવા બદલ તેમના અભિવાદન સન્માન સમારોહનું આગામી તારીખ 16ને શનિવારના રોજ સાંજે 6 કલાકે પરશુરામ ધામ, નવલખી ફાટક પાસે, મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ પૂર્ણ થતાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ તકે આર્ષ વિદ્યા મંદિર - મુંજકા આશ્રમના પરમાત્માનંદ સ્વામી આશીર્વાદ આપવા તથા રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરીયા અભીનંદન આપવા માટે ખાસ ઉપસ્થિત રહેશે. તો બ્રહ્મસમાજના અગ્રણી અને જ્ઞાતિજનોને કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..