વાંકાનેર : ભાજપ કાર્યાલય પૂર્ણચંદ્ર ગરાસિયા બોર્ડિંગ ખાતે ગત તા. ૧૬ના રોજ વાંકાનેર શહેર તેમજ તાલુકામાંથી ૨૨૫ કાર્યકર્તાઓ આસ્થા ટ્રેન દ્વારા અયોધ્યા શ્રી રામ-લાલાના દર્શનયાત્રા કરવા માટે ગયેલા હતા. તે લોકો તા. ૨૦ના રોજ પરત પધારેલ હતા.જેઓનો સન્માન સમારંભ કાર્યક્રમ પૂર્ણચંદ્ર ગરાસિયા બોર્ડિંગ ભાજપ કાર્યાલય ખાતે યોજાયો હતો. જેમાં રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહજી ઝાલાના હસ્તે તેમજ સાધુ સંતોના હસ્તે આ તમામ લોકોનું સન્માન કરવામાં આવેલ હતું. તમામ દર્શનાર્થીઓ તથા કાર્યકરો માટે ભોજન પ્રસાદનું આયોજન કરેલ હતું. જેમા તાલુકા/શહેરના તમામ હોદેદારો તેમજ વિવિધ સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતાં અને જય શ્રી રામના નારા સાથે કાર્યાલય ગુંજી ઉઠ્યું હતું.