અમદાવાદ ખાતે શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ આપી સન્માનિત કરાયા મોરબી : મોરબીની સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષકને શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ ગુજરાતના રાજ્યપાલના હસ્તે આપી અમદાવદ ખાતે સન્માનિત કરવામાં આવ્યા હતા. મોરબીની સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક વિજયભાઈ દલસાણિયાએ શાળાના બાળકો માટે કરેલ અનેકવિધ પ્રવૃત્તિઓ જેવી કે ઈનોવેશનો, શિક્ષણના અન્ય ક્ષેત્રોમાં પણ કરેલ અનેકવિધ કામગીરી, સામાજિક ક્ષેત્રોમાં પણ કરેલી પ્રશંસનીય કામગીરી,સંશોધનો,લેખો પ્રકાશિત કરવા બદલ ગત તા.5મી સપ્ટેમ્બરના રોજ ટાગોર હોલ અમદાવાદ ખાતે ગુજરાતના રાજ્યપાલના,મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી હસ્તે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.શાળા, તાલુકો, અને જિલ્લાના ગૌરવમાં વધારો કરવા બદલ સૌએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.