મોરબી : મોરબી જિલ્લામાં ગૃહ રક્ષક દળ (હોમગાર્ડઝ)ના માનદ સભ્યોની ખાલી જગ્યા પર ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. મોરબી જીલ્લામાં ગૃહ રક્ષક દળ (હોમગાર્ડઝ)ના માનદ સભ્યોની ખાલી જગ્યા 259 પુરુષ તથા મહિલા 37 સભ્યોની ભરતી કરવામાં આવશે. જે માટે લાયકાત – 10 પાસ કે તેથી વધુ તેમજ ઉમર – 18થી 50 સુધીના મોરબી, વાંકાનેર, ટંકારા, હળવદ વિસ્તારના 8 કિ.મી.માં રહેતા હોય અને શારીરિક તથા માનસિક શશક્ત ઉમેદવારોએ ફોર્મના નમૂના મોરબી જીલ્લા હોમગાર્ડઝ કચેરી રચના સોસાયટી, બ્લોક નં. 9/A, કલેક્ટર ઓફીસ સામે, શોભેશ્વર રોડ, મોરબી 2 ખાતેથી મેળવી લેવાના રહશે. જે તે સ્થળ ના રહેતા હોય તેવા ઉમેદવારોએ તારીખ 22/10/2021 થી તારીખ 28/10/2021 સુધીમાં કચેરી સમચ સવાર 10:30 થી 18:10 સુધીમાં અચૂક રૂબરૂમાં મોરબી જીલ્લા હોમગાર્ડઝ કચેરી ખાતે મેળવવા તથા જમા કરવાના રહશે. વધુ માહિતી માટે ઉક્ત સરનામે સંપર્ક કરવાનો રહેશે. તેમ હોમગાર્ડઝ મોરબી શહેરના જિલ્લા કમાન્ડરની યાદીમાં જણાવાયું છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..